Ambalal Patel Forecast for Double Cyclone in Gujarat: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યમાં ચોમાસાને લઈને ફરી એક વાર મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી પંદર દિવસ બાદ ગુજરાત રાજ્યમાં (Gujarat Weather Forecast) ચોમાસું બેસી શકે છે. તારીખ 15 જૂન થી 17 જૂને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી શકે તેવી સંભાવના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે તારીખ 22 જૂન થી 25 જૂને અન્ય વિસ્તારમાં ચોમાસું બેસી શકે છે.
અંબાલાલ પટેલે (Ambalal Patel Forecast) વધુ વાત કરતા જણાવ્યું હતું કે, બંગાળના ઉપસાગરનું વાવાઝોડું આસામ, મ્યાનમાર અને પશ્ચિમ બંગાળને અસર કરશે, એટલે હવા ઉપરથી ખેંચાશે તેવી પણ શક્યતા છે. ત્યારે અરબ સાગરનું વાવાઝોડું કેરળ, મુંબઇ દક્ષિણ ભારત, અને ગુજરાતમાં ભારે વરસાદ લાવી શકે તેવી સંભાવના છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ આગાહી કરતા જણાવ્યું કે, અરબ સાગરનું તાપમાન ઊંચું હોવાના કારણે વાવઝોડું સક્રિય થશે. તેમણે વધુમાં કહ્યું કે, વાવઝોડું મજબૂત બનવાની શકયતા રહેશે. હાલ ગરમીના કારણે તમામ લોકો ચોમાસાના વરસાદની રાહ જોવાઇ રહી છે.
ત્યારે અત્યારે વાવાઝોડું સક્રિય થવાના સમાચાર આવતા લોકોમાં હાહાકાર મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અરબી સમુદ્રમાં તો વાવાઝોડું સક્રિય થવાનું છે, બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તો તેની ગુજરાતના વાતાવરણ ઉપર અસર જોવા મળતી હોય છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ વાત કરતા જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં વાવઝોડું સક્રિય થશે અને બંગાળના ઉપસાગરમાં પણ વાવઝોડું સક્રિય થવાનું અનુમાન છે. આવું ક્યારે બન્યું નથી, પહેલી વખત આવું બનશે અને વિશિષ્ટ સ્થિતિ જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.