Predictions of Ambalal Patel: છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાત રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં પ્રી-મોનસુન એક્ટિવિટી થઈ રહી છે. ત્યારે હવે આ વચ્ચે ગુજરાત રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Predictions of Ambalal Patel) ફરી એક વાર આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં 25 મેથી રોહિણી નક્ષત્ર ચાલી થયું છે અને રોહિણી નક્ષત્ર 8 જૂન સુધી રહેશે. તેમણે કહ્યું કે, રોહિણી નક્ષત્રના ચાર પાયા છે, રોહિણી નક્ષત્રના પહેલા ભાગમાં જો વરસાદ થાય તો 72દિવસના વાયરા ફૂંકાય છે. રોહિણી નક્ષત્રના બીજા ભાગમાં વરસાદ થાય તો વાયરાના દિવસો ઓછા હોય છે અને એટલે પહેલા અને બીજા પાયામાં વરસાદ થયો છે. તેમણે વધુમાં કહ્યું કે, તેમજ રોહિણી ઉતરતા પણ વરસાદ થવાની શક્યતા છે.
4 જૂન સુધી વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં કેટલાક ભાગમાં 4 જૂન સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે, અરબ સાગરમાં 3 જૂન થી 7 જૂન હવાનું હળવું દબાણ ઉભું થવાની સંભાવના પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે વધુ આગાહી કરતા જણાવ્યું કે, તારીખ 8 જૂન થી 10 જૂન વચ્ચે કેરળમાં ભારે પવન ફૂંકાશે. 200 કિમીની ઝડપે કેરળના દરિયા કિનારે પવન ફૂંકાઈ તેવી સમભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, બંગાળના ઉપસાગર પર પણ ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ગુજરાતમાં ચક્રવાતના કારણે વરસાદ આવશે. આ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગે પણ ગઈકાલે વરસાદને લઈને એક આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, આગામી 24 કલાક દરમિયાન વરસાદ વરસે તેવી આગાહી છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં 1 જૂન અને 4 જૂન માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.