ગુજરાત(Gujarat): એક બાજુ ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં ઓછા પ્રમાણમાં ઠંડી પડી રહી નથી. પરંતુ હવે હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે કે ડિસેમ્બર મહિનાની શરુઆતથી કડકડતી ઠંડી(Cold forecast) પડશે. સમગ્ર ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે. ત્યારે રાજ્યનાં અનેક શહેરોનું તાપમાન 20 ડિગ્રી કરતાં ઓછું નોંધાય રહ્યું છે. ત્યારે હવે ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના વચ્ચે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની આગાહી કરવામાં આવી છે.
જો વાત કરવામાં આવે તો અમદાવાદ સહિત રાજ્યભરમાં શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે. આવનારા બે દિવસ બાદ રાજ્યના કેટલાક શહેરમાં ઠંડીનો પારો 2 થી 4 ડિગ્રી ગગડી શકે છે અને કડકડતી ઠંડીમાં વધારો થઇ શકે છે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, રાજ્યમાં શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. હાલમાં મોડી રાતે બેથી ત્રણ ડિગ્રી લધુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જે થોડા દિવસો પછી ફરીથી સામાન્ય ઠંડી રહેશે અને રાજ્યમાં મોટાભાગનાં વિસ્તારમાં 16 ડિગ્રી સુધી તાપમાન રહેશે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી:
બીજી તરફ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું છે કે, ડિસેમ્બરની શરૂઆતમાં જ હવામાનમાં પરિવર્તન આવશે. ડિસેમ્બરની શરૂઆતમાં ધુમ્મસનું પ્રમાણ પણ વધુ રહેશે અને ચક્રવાતોની અસર દક્ષિણ ભારતમાં થશે. અરબી સમુદ્રમાં પણ તેની અસર વર્તાશે.
અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 4 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું જોર વધવાની પ્રબળ શક્યતા છે. 4થી 7 તારીખ દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની શક્યતા છે. જેના લીધે 22 ડિસેમ્બર પછી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.