Ambalal Patel rain forecast: રાજ્યભરમાં મેઘરાજાએ થોડા દિવસથી આરામ લીધો છે. અત્યારે હવે ફરી એક વખત વરસાદના ચોથા રાઉન્ડને લઈને વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક વરસાદની આગાહી(Ambalal Patel rain forecast) કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં મઘાનો ક્ષેત્રમાં પરિવર્તન થશે, જો નક્ષત્રમાં પરિવર્તન થયું તો ઓગસ્ટમાં ભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવતા કહ્યું કે, ઓગસ્ટ મહિનાના અંતમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ રહેલી છે. નર્મદા નદીના ઉપરવાસમાં વરસાદથી સરદાર સરોવર બંધમાં પાણીના અવાજમાં વધારો થશે.
આવનારા 72 કલાકમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સાબરકાંઠા વિસ્તારમાં મધ્યથી ભારે વરસાદ પડશે. તેમજ હિંમતનગર, દાહોદ, પંચમહાલ, ખેડા, નડિયાદ અને આણંદ સહિતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.
વિભાગની આગાહી અનુસાર, 17 ઓગસ્ટ ને ગુરૂવાર એટલે કે, આજે રાષ્ટ્રીય રાજધાનીમાં હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે. આગામી ૧૦ દિવસ દરમિયાન રાજ્યમાં ચોમાસું સૂકું રહેશે. આ ઉપરાંત અમુક જિલ્લામાં પણ વરસાદનું જોર ઓછું રહેશે તેવું જાણવામાં આવી રહ્યું છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, અગા મી 24 કલાકમાં રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે. 17, 18 અને 19 ઓગસ્ટે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદ રહેશે. 21 ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ સક્રિય થશે. બીજી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube