અંબાલાલ પટેલની ભર શિયાળે માવઠાની આગાહી- જાણો ક્યાં અને કઈ તારીખે પડશે વરસાદ

ગુજરાત(Gujarat): રાજ્યના હવામાન શાસ્ત્રી(Meteorologist) અંબાલાલ પટેલ(Ambalal Patel) દ્વારા કડકડથી ઠંડી વચ્ચે એક મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં ઠંડીની સાથે વરસાદ પણ ખાબકશે. જો વાત કરવામાં આવે તો આગામી 28, 29 અને 30 જાન્યુઆરીમાં મધ્ય ગુજરાતના ભાગો જેવા કે પંચમહાલ અને વડોદરા ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી માવઠું પડી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ક્યાંક-ક્યાંક વરસાદી ઝાપટા પણ પડી શકે છે. જ્યારે સત્તાવાર રીતે હવામાન વિભાગ દ્વારા પણ આજે ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે ઠંડી પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આવતીકાલે ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. સાબરકાંઠા,બનાસકાંઠા, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ વધારે રહેવાથી હજુપણ ઠંડી અનુભવાશે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનનો પારો 17 થી 18 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આજ રીતે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ઠંડીમાં ઘટાડો જોવા મળી શકે છે. બીજી બાજુ ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. એવામાં જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરતાં જણાવવા આવ્યું છે કે, આગામી 3 દિવસમાં ઠંડીમાં થોડોક ઘટાડો થઈ શકે છે.

જો આજના તાપમાનની વાત કરવામાં આવે તો, લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રી સાથે કચ્છ જિલ્લાનું નલિયા રાજ્યભરમાં ઠંડુગાર શહેર બન્યું છે. આ સિવાય અમદાવાદ શહેરમાં 8.6 ડિગ્રી, વડોદરાશહેરમાં 12.8 ડિગ્રી, ભાવનગરશહેરમાં 11.6 ડિગ્રી, ગાંધીનગરશહેરમાં 7.7 ડિગ્રી, રાજકોટશહેરમાં 8.5 તેમજ સુરતશહેરમાં 13 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *