Gujarat Weather Updates: ગુજરાતના તમામ શહેરોમાં છેલ્લા પાંચ દિવસથી ભારે બફારા સાથે ઉકાળાટનો અનુભવ થઈ રહ્યો છે. એવામાં હવામાન વિભાગે હજુ (Gujarat Weather Updates) સાત દિવસ આ તાપમાન સ્થિર રહેવાનું અનુમાન લગાવ્યું છે. એટલે કે દિવાળી સુધી ગુજરાતીઓને ઉનાળો સહન કરવો પડશે. કેમકે અમદાવાદમાં જ મહત્તમ તાપમાન 37 ડિગ્રીને પાર પહોંચ્યું છે, ક્યારે હજુ પણ આગામી સાત દિવસ આ જ પ્રકારનો વાતાવરણ રહેશે. તેથી દિવાળી પણ ગરમીમાં જ પ્રસાર કરવી પડશે. ત્યારબાદ નવેમ્બરના પહેલા વીક બાદ ઠંડી આવવાની સંભાવના છે.
ગુજરાતમાં આગામી સાત દિવસ રહેશે ગરમી
અંબાલાલ પટેલની આગાહી અનુસાર આવતા સાત દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ જેમ છે તેમ યથાવત રહેશે. જ્યારે ચાર દિવસ પછી કેટલાક જિલ્લાઓનું તાપમાન ઘટી શકે છે અને કેટલાક જિલ્લાઓનું મહત્તમ તાપમાન હજુ પણ વધારે વધવાની શક્યતા છે. એટલે કહી શકાય કે નવેમ્બરના પહેલા વીક સુધી ગુજરાતીઓને ગરમીમાં શેકાવું પડશે. કારણ કે ગુજરાતમાં અત્યારે જે પવનનો વાય રહ્યા છે તે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશા તરફથી આવે છે.
જેના કારણે દિવસ દરમિયાન ભારે ગરમીનો અનુભવ થાય છે પરંતુ સાંજ બાદ એટલે કે અડધી રાત્રે અને વહેલી સવારે ઠંડકનો પણ અનુભવ થાય છે. કેમકે સામાન્ય રીતે રણમાંથી દિવસ દરમિયાન સખત ગરમી અને સૂર્ય અસ્ત થયા બાદ સખત સખત ઠંડી હોય છે. તેથી ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ તરફથી પવન સુકાઈ રહ્યા હોવાથી દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડી અનુભવાય છે.
અમદાવાદનું મહત્તમ તાપમાન 38 નો આંક વટાવશે
મધ્ય ગુજરાતમાં એટલે કે અમદાવાદ તેમજ ગાંધીનગરમાં પણ આવનારા સાત દિવસ દરમિયાન આજ રીતનું વાતાવરણ રહેવાની શક્યતા છે. પાછલા 24 કલાક દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ રહ્યું હતું. જ્યારે ઓછામાં ઓછું એટલે કે લઘુત્તમ તાપમાન પણ સામાન્ય ડિગ્રી કરતાં 3.8 ડિગ્રી વધારે રહ્યું છે. આજે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી ને ઘટી શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App