Ambani Family: મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી અને સમગ્ર અંબાણી પરિવાર તેમની રોયલ અને લક્ઝરી લાઈફ માટે જાણીતા છે. નીતા અંબાણીના કાર કલેક્શન પરથી જાણવા મળે છે કે તેમને મોંઘા વાહનોનો ખૂબ શોખ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અંબાણી પરિવાર પાસે 500 વાહનો છે. અંબાણી પરિવારના કાર ચાલકોને તાલીમ લેવી પડે છે.
આ ટ્રેનિંગ પૂરી કર્યા પછી જ તેને અંબાણી પરિવારની કાર ચલાવવાનો મોકો મળે છે. આવી સ્થિતિમાં લોકો ઘણીવાર વિચારે છે કે જ્યારે અંબાણી પરિવાર દેશનો સૌથી અમીર પરિવાર છે તો તેમાં કામ કરતા કર્મચારીઓનો પગાર કેટલો હશે. આવો, અમે તમને જણાવીએ કે અંબાણી પરિવારના ઘરમાં કામ કરતો સ્ટાફ કેટલી કમાણી કરે છે.
અંબાણી પરિવારના ઘરમાં કામ કરતા કર્મચારીઓનો પગાર લાખોમાં છે. આ કર્મચારીઓને પગાર ઉપરાંત રહેવા અને ભોજનની પણ વ્યવસ્થા આપવામાં આવે છે. આ સાથે તેમને વીમો અને શિક્ષણ ભથ્થુ પણ આપવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નીતા અંબાણીના ડ્રાઈવરને દર મહિને 2 લાખ રૂપિયાનો પગાર મળે છે. એટલે કે ડ્રાઈવરને વાર્ષિક 24 લાખ રૂપિયા મળે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ સ્ટાફના કેટલાક બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે. પરંતુ અંબાણી પરિવારના સ્ટાફમાં જોડાવું એટલું સરળ નથી. તેમના ઘરે કામ કરવા માટે, તમારે કંપની દ્વારા લેવામાં આવતી પરીક્ષા પાસ કરવી પડે છે. ડ્રાઈવરની પસંદગી કરતી વખતે એ પણ જોવામાં આવે છે કે ડ્રાઈવર રસ્તામાં આવતી સમસ્યાઓને કેવી રીતે હેન્ડલ કરે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નીતા અંબાણીની ચાની કિંમત લાખોમાં છે. નીતા અંબાણીના એક કપ ચાની કિંમત 3 લાખ રૂપિયા છે. આ વાતનો ખુલાસો તેણે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. તેણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તે જાપાનની સૌથી જૂની ક્રોકરી બ્રાન્ડ નોરીટેકના કપમાં ચા પીવે છે. તેને એ પણ જણાવ્યુ કે નોરિટેક ક્રોકરી સોનાથી જડેલી છે અને તેના 50 નંગના સેટની કિંમત 1.5 કરોડ રૂપિયા છે. એટલે કે એક કપ ચાની કિંમત 3 લાખ રૂપિયા છે.
નીતા અંબાણી પોતાના મોંઘા શોખને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. તેની જ્વેલરી, તેની હેન્ડબેગથી માંડીને ડ્રેસ અને ફૂટવેર સુધીની તમામની કિંમત લાખોમાં છે. અબજોના માલિક નીતા અંબાણીના સ્ટાફનો પગાર પણ લાખોમાં છે. જણાવી દઈએ કે અંબાણી પરિવારને સરકાર તરફથી Z પ્લસ કેટેગરીની સુરક્ષા મળી છે. નીતા અંબાણી પરિવાર સાથે એન્ટિલિયામાં રહે છે, જે વિશ્વની સૌથી મોંઘી રહેણાંક મિલકતોમાંની એક છે. આ આલીશાન મકાનમાં 600 નોકર અંબાણી પરિવારની સેવામાં દિવસ-રાત લાગેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.