ફક્ત 10 દિવસોમાં અમદાવાદ બનશે બીજું ‘વુહાન’- કોરોનાથી સ્વસ્થ થઈને આવેલા નેતાનો દાવો

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર અમદાવાદ શહેર છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું છે કે, શહેરમાં કોરોનાનો ભયાનક વિસ્ફોટ સાથે અમદાવાદ વુહાન બનવાથી માત્ર 7 થી 10 દિવસ જ દૂર છે અને જો આ જ ટ્રેન્ડ ચાલશે તો અમદાવાદ શહેરમાં આગામી 7 થી 10 દિવસમાં રોજના 2700 થી 3000 કેસ આવવા લાગ્શે. ઇમરાન ખેડાવાલા પોતે કોરોનનો ભોગ બનેલા અને સદભાગ્યે સ્વસ્થ પણ થઇ ગયા હતા.

અમદાવાદ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું છે કે, શહેરમાં કોરોનાને લઈ હાલ ઘણી જ ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. લોકોને તાવ અને શરદી થાય છે, તો ડોક્ટર પાસે જતા ડરે છે અને તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવવાનો તેમને ભય રહે છે. જેથી તેવા લોકોને ઈમરાન ખેડાવાલાએ અપીલ કરી છે કે, કોરોના સામે તમામ લોકોને એક થઈને લડવાનું છે અને કોરોનાથી કોઈ પણ માણસને ડરવાની જરુર નથી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરની પરિસ્થિતિ ખરેખર ખુબ જ ભયાનક છે. પરંતુ મોટા ભાગના લોકો હજી પણ પરિસ્થિતિની ગંભીરતાને સમજ્યા વગર હળવાશમાં લઈને એમના જીવનની સૌથી મોટી બરબાદીને નોંતરી રહ્યા છે. ગુજરાતીઓનો સ્વભાવ છે કે જ્યાં સુધી તેમના પડોસમાં કે પરિવારના કોઈ સભ્યો ભોગ ના બને ત્યાં સુધી તેમણે કોઈ ફર્ક પડતો નથી.

વધુ ચર્ચા કરતા જણાવ્યું કે, દુ:ખ અને ગુસ્સાની બાબતતો એ છે કે, અમદાવાદીઓને કોરોના મારે કે ન મારે પણ અમને તો રોજ શાક,ફળ,નાસ્તા જોઈશે જ વાળી માનસિકતા મારી નાખશે. અમદાવાદ શહેરમાં મોટા ભાગનાં લોકોને ભ્રમ છે કે, ખાલી શાક કે નાસ્તા લેવા માટે તેમને ફકત 10 મિનિટ જોઈએ એમાં કંઈ ન થાય. જેથી આજ માનસિકતા અમદાવાદ શહેરને વુહાન કરતા પણ ખરાબ બનાવી શકે છે, એ નક્કિ જ છે. જયારે ગઈ કાલથી નવાં 360 કેસ સાથે જ એની શરુઆત થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *