ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચુંટણી(Gujarat Assembly Elections 2022)માં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress)માં પક્ષના નેતાની નિમણુક કરવાની કામગીરીમાં અડચણ પડી હતી. જેમાં આંતરિક વિવાદ પણ ઉભો થયો હતો. ત્યારે હવે કોંગ્રસે ઊંઘમાંથી જાગી છે અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનું નામ ફાઈનલ કરી દેવામાં આવ્યું છે. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા(Amit Chavda)ને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. જયારે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમાર(Shailesh Parmar)ને વિધાનસભાના પક્ષના ઉપનેતા જાહેર કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 17 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. છેલ્લા કેટલાય દિવસોથી કોંગ્રેસ 17 બેઠકો જીતી તો ગઈ પરંતુ એક વિરોધપક્ષના નેતા નક્કી કરી શકી ન હતી. આ અંગે હવે કોંગ્રેસમાં પણ ઉકળાટ ફેલાવા લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લે શૈલેષ પરમાર અને સીજે ચાવડાનું નામ હાઈકમાન્ડને મોકલવામાં આવ્યું હતું. પરંતું આ બધા વચ્ચે અમિત ચાવડાનું નામ ફાઈનલ થયુ છે.
ગઈકાલે હાઇકમાન્ડના આદેશને લઈને અમદાવાદ આવી પહોંચેલી સત્ય શોધક કમીટી સમક્ષ હારેલા-જીતેલા ઉમેદવારોએ તબક્કાવાર રજૂઆતો કરવામાં આવી હતી. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવતા કહ્યું હતું કે, તમામ નેતાઓએ ભેગા મળીને મહેનત કરવાની જરૂર છે. લોકસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દેવી જોઇએ. આ ઉપરાંત વિધાનસભાના વિપક્ષના નેતાનું નામ તાકીદે જાહેર કરી દેવું જોઇએ. માત્ર 17 ધારાસભ્યો હોવા છતાંય આટલો વિલંબ કેમ? તે અંગે કઈ સમજાતુ નથી.
મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, જેનો અંત આવ્યો છે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને જ્યારે ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા બનાવવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જનતાએ અગાઉના તમામ ચૂંટણીના રેકોર્ડ તોડીને ભાજપને મહત્તમ બેઠકો આપીને એક નવો ઈતિહાસ રચ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 સીટ મેળવીને પ્રચંડ વિજય મેળવ્યો છે, જયારે કોંગ્રેસ પાર્ટીને 17 સીટ મળી છે અને આમ આદમી પાર્ટીનો 5 બેઠક પર વિજય થયો છે. જયારે અપક્ષને 4 બેઠક મળી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.