સુરત શહેરમાં વધુ એક આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના રત્નકલાકાર અમિત સાવલિયાએ ઝેરી દવા ગટગટાવી જીવન લીલા સંકેલી લીધી છે. આ ઘટના બાદ સાવલિયા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મિત્રો છેલ્લા ઘણા સમયથી, વ્યાજખોરોના ત્રાસથી અનેક યુવાઓએ પોતાના જીવન ગુમાવ્યા છે. ત્યારે સુરત માંથી આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે.
ગુજરાત રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા આ વ્યાજખોરો સામે મોહિમ શરૂ કરવામાં આવી છે, તેમ છતાં આપઘાતની ઘટના ખૂબ વધી રહી છે.
હાલ સુરતમાં અમિત પરસોત્તમભાઈ સાવલિયા નામના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો છે. વિગતે વાત કરીએ તો, મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોલકી ગામના વતની અને હાલ સુરતના સરથાણા વાલક પાટીયા નજીક આવેલી ગ્રીનવેલીમાં રહેતા અમિત સાવલિયાએ આપઘાત કરી લીધો છે. અમિત વ્યવસાય રત્નકલાકાર છે.
અમિત સાવલિયા પોતાની પત્ની અને એક બાળકી સાથે પરિવારનું ગુજરાન ચલાવતા હતા. બે માર્ચના રોજ અમિતે ખોડીયાર માતાજીની ડેરી આગળ ગરનાળા પહેલા અનાજમાં નાખવાની દવા પીને, આપઘાત નો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ અમિત સાવલિયા ને તાત્કાલિક સારવાર અર્થે, સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ડોક્ટરોની ટૂંકી સારવાર બાદ અમિત સાવલિયાનું નિધન થયું હતું. આ ઘટના બાદ પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી.
અમિત સાવલિયાના નાની ઉંમરે આપઘાત બાદ, બે વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. પોલીસે સમગ્ર ઘટનાની જાણકારી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના અંગે પોલીસે જણાવતા કહ્યું કે, અમિત સાવલિયા ને વ્યાજખોરોના ફોન આવતા હતા, જેના કારણે તે કંટાળી ગયા હતા અને આપઘાત કરી લીધો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.