કોરોનાની આબરૂ લુંટી ગૃહમંત્રી અમિત શાહે લોકોની ભીડ વચ્ચે વગર માસ્કે ‘ડોર ટુ ડોર’ કર્યો પ્રચાર- જુઓ વિડીયો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) શનિવારે કૈરાના (Kairana) પહોંચ્યા હતા. તેઓ સ્થળાંતર કરી રહેલા વિસ્તારોમાં ઘરે ઘરે જઈને લોકો સાથે વાતચિત કરી રહ્યા છે. તેમણે પૂછયુ કે હવે તેમને કોઈ સમસ્યા છે. અમિત શાહ સાંકડી ગલીઓમાં થઈ લોકોના ઘરે ઘરે પહોંચ્યા અને પેમ્પલેટ આપ્યા હતા. તેમની સાથે અનેક મુસ્લિમ કાર્યકરો પણ જોડાયા હતા. કેટલાક કાર્યકરોએ શાહ સાથે સેલ્ફી પણ લીધી હતી. આ રેલીના દ્રશ્યો જોતા લાગી રહ્યું છે કે, દેશના ગૃહમંત્રી ભૂલી ગયા હતા કે, કોરોનાએ ફરીએકવાર માથું ઊંચું કર્યું છે. સાથોસાથ આખી રેલી દરમિયાન એક પણ વાર અમિત શાહ માસ્કમાં દેખાયા નહોતા.

ચોંકાવનારી વાત એ છે કે સમગ્ર પ્રચાર દરમિયાન શાહે માસ્ક પહેર્યું ન હતું. કૈરાનામાં મીડિયા સાથે વાત કરતા અમિત શાહે કહ્યું કે, રાજ્યમાં વિકાસની નવી લહેર દેખાઈ રહી છે. ગેસ, વીજળી, આયુષ્માન ભારત યોજનાનું કાર્ડ, દરેક વ્યક્તિને કોરોનાની રસી, આ બધી યોજનાઓ ગરીબોને સારી રીતે લાભ મળ્યો છે.

કૈરાનામાં શાહ સાથે બીજેપી ઉમેદવાર મૃગંકા સિંહ પણ જોવા મળ્યા હતા. તેઓ કૈરાનાથી જ ઉમેદવાર છે. મૃગંકા હુકુમ સિંહની પુત્રી છે. હુકુમ સિંહ એ જ સાંસદ છે જેમણે સૌથી પહેલા કૈરાનામાંથી હિંદુઓના હિજરતનો મુદ્દો ઉઠાવ્યો હતો. કૈરાના બીજેપી માટે કેટલા મહત્વના છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એક મહિના પહેલા યોગી આદિત્યનાથ પણ ત્યાં ગયા હતા.

બીજેપી સંગઠન સાથે જોડાયેલા એક રાજ્ય સ્તરીય નેતાનું કહેવું છે કે, અમિત શાહ કૈરાનામાં સ્થળાંતર કરી રહેલા પરિવારોને મળ્યા હતા. આ પહેલા તેમનો કાફલો ચૂંટણી માટે મેરઠ પહોંચવાનો અને ત્યાં રાત વિતાવવાનો કાર્યક્રમ હતો, પરંતુ બાદમાં કાર્યક્રમ બદલી નાખવામાં આવ્યો હતો. કૈરાનામાં અમિત શાહનું આગમન હિન્દુત્વનો સંદેશ આપશે. આ સાથે જ કૈરાનાની જમીન પરના સ્થળાંતરના ઘા ફરી ઉભરાશે અને તેનો ફાયદો ભાજપને મળી શકે છે. શાહ કૈરાના બાદ શામલી પણ જશે. આ પછી, સાંજે તેઓ મેરઠમાં પાર્ટીના પસંદગીના પદાધિકારીઓ અને નેતાઓ સાથે બેઠક કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *