મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પ્રેમથી તો દરેક લોકો વાકેફ છે. બિગ બી ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને બ્લોગ પર જે રીતે એક્ટિવ રહે છે એટલું તો કદાચ આજના યુવાનો પણ કદાચ રહેતા હશે. અમિતાભ તેમની લાઇફથી જોડાયેલી અપડેટ ફેન્સની સાથે શેર કરતા રહે છે. હાલમાં તેમણે એક કવિતા પોસ્ટ કરી જે બિ કઇક આવી છે.
थोड़ा पानी रंज का उबालिये
खूब सारा दूध खुशियों का
थोड़ी पत्तियां ख्यालों की..
थोड़े गम को कूटकर बारीक,
हंसी की चीनी मिला दीजिये..
उबलने दीजिये ख्वाबों को
कुछ देर तक..!
यह जिंदगी की चाय है जनाब..
इसे तसल्ली के कप में छानकर
घूंट घूंट कर मजा लीजिये…!!
જ્યારે આ કવિતાને લઇને હવે વિવાદ શરૂ થઇ ગયો છે. ખરેખર, ટીશા અગ્રવાલ નામની મહિલાએ દાવો કર્યો છે કે આ કવિતા તેની છે. તેણે બિગ બી ફેસબુક પોસ્ટની નીચે કોમેન્ટ કરી લખ્યું છે કે તેણે આ કવિતાનો શ્રેય આપવામાં આવે.
ટીશાએ તેના ફેસબુક પોસ્ટમાં લખ્યું – જ્યારે અમિતાભ બચ્ચન તમારી પોસ્ટની કોપી કરે અને ક્રેડિટ પણ ન આપે. ખુશ થવાનું કે રડવાનું… ટીશાનું કહેવું છે કે આ કવિતા 24 એપ્રિલ 2020એ તેણે લખી હતી. આ કવિતાને તેણે ફેસબુક પર પણ પોસ્ટ કરી હતી. ટીશા ખુદ એક કવિયિત્રી છે અને ખાસ કરીને ફેસબુક પર આ પ્રકારની કવિતાઓ લખ્યા કરે છે. ચાને લઇને ઘણી પોસ્ટ તેના ફેસબુક પર જોવા માટે મળી જશે. જોકે, તેની પર અત્યાર સુધી અમિતાભ બચ્ચને કોઇ પ્રતિક્રિયા આપી નથી. જ્યારે આ અંગે ટીશાએ પગલાં લેવાની વાત કહી છે. પરંતુ તે આગળ શું કરવાની છે તે અંગે તેણે કોઇ જાણકારી આપી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle