ઓક્સફર્ડ જેવી સમગ્ર વિશ્વની શ્રેષ્ઠતમ યુનિવર્સિટીઓ ગુજરાતમાં પોતાના કેમ્પસની કરશે સ્થાપના

કોરોના મહામારી વચ્ચે હાલમાં એક આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં આવેલ ધોલેરામાં કુલ 5,000 એકર જેટલા વિશાળ વિસ્તારમાં સાઉથ એશિયાનો સૌપ્રથમ સૌથી મોટો…

કોરોના મહામારી વચ્ચે હાલમાં એક આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં આવેલ ધોલેરામાં કુલ 5,000 એકર જેટલા વિશાળ વિસ્તારમાં સાઉથ એશિયાનો સૌપ્રથમ સૌથી મોટો સ્પેશિયલ એજ્યુકેશન રીજન બનાવવામાં આવશે કે, જેમાં વિશ્વની ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને યેલ જેવી શ્રેષ્ઠતમ યુનિવર્સિટીઓ પોતાના કેમ્પસની સ્થાપના કરશે.

હાલમાં સમગ્ર વિશ્વમાં ઉપલબ્ધ એવા લગભગ બધાં જ અભ્યાસક્રમો અહીં વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવશે. ભારતીય વિદ્યાર્થીઓને દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંથી ડીગ્રી મેળવવા માટે જ્યાં લખલૂટ ખર્ચે વિદેશમાં જવું પડતું હોય છે તેમજ ઘરથી દૂર રહેવાથી કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, એને બદલે હવે અહીં આ અભ્યાસક્રમો ઉપલબ્ધ રહેશે.

ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ CM વિજય રૂપાણીની હાજરીમાં ધોલેરામાં ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રીજનની સ્થાપના કરવા માટે તેલંગાણાની સેરેસ્ટ્રા વેન્ચર્સ નામની ભારતની સૌથી મોટી એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સંસ્થાની સાથે MOU તૈયાર કર્યા છે. જેની હેઠળ આ મોટું એજ્યુકેશન સેન્ટર બનવા જઇ રહ્યું છે.

જેની સૌથી મોટી વિશેષતા આ એજ્યુકેશન રીજનની એ છે કે, અહીં વિદેશી મેડિકલ કોલેજ પણ આવશે. ગુજરાત તથા ભારતના વિદ્યાર્થીઓને અહીં મેડિકલ સીટ ખુબ ઓછી હોવાને કારણે રશિયા, ચીન અથવા તો બીજા દેશોમાં જવું પડે છે, એવું નહીં બને. ખુબ ઓછા પ્રમાણમાં તેમજ ખુબ ઓછા ખર્ચે જ હવે ગુજરાતમાંથી પણ વિદેશી યુનિવર્સિટીમાં પ્રવેશ મળશે તેમજ મેડિકલની ડીગ્રી ઉપલબ્ધ થશે.

આ સ્પેશિયલ એજ્યુકેશન રીજન શરૂઆતમાં કુલ 1,000 એકરમાં પથરાયેલું હશે. આની માટે કુલ 5,000 એકર જેટલો વિશાળ વિસ્તાર અંકિત કરવામાં આવ્યો છે. જેની અંદર વિવિધ વિભાગો જેમ કે, યુનિવર્સિટી વિભાગ, સ્કૂલ વિભાગ, ડિસ્કવરી વિભાગ, ઇનોવેશન વિભાગની ઉપરાંત કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લાઇબ્રેરી, રિક્રિયેશન ઝોન, શોપિંગ તેમજ કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ હશે.

સરકારી તિજોરી પર ભારણ નહીં આવે :
મુખ્યમંત્રીના અગ્રસચિવ મનોજ કુમાર દાસ જણાવે છે કે, ઓક્સફર્ડ જેવી ઉત્તમ યુનિવર્સિટીઓ ગુજરાતમાં કાર્યરત થાય એ આમ જોઈએ તો સ્વપ્ન જેવું લાગે છે પણ હવે આ સ્પેશિયલ એજ્યુકેશન રીજનને લીધે આ સંભવ બનશે. સેરેસ્ટ્રા જૂથને આવાં પ્રકારના એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવાનો બહોળો અનુભવ રહેલો છે.

ગુજરાત સરકાર આવા પ્રકારનું એજ્યુકેશન રીજન બનાવવા માટે સેરેસ્ટ્રાને કોઇપણ ઇન્સેન્ટિવ પણ આપવાની નથી, જેથી સરકારી તિજોરી પર તેનું ભારણ નહીં આવે. CM વિજય રૂપાણી દ્વારા આવા પ્રકારના એક એજ્યુકેશન હબની ઇચ્છા રાખી હતી, જે આવનાર વર્ષમાં પૂર્ણ થશે.

અમેરિકા-યુરોપ જેવું એજ્યુકેશન હબ બનાવવામાં આવશે :
સેરેસ્ટ્રાના મેનેજિંગ પાર્ટનર જસમીત છાબરાએ જણાવ્યું કે, મેડિકલ, એન્જિનિયરિંગથી લઈને દુનિયાના બધાં જ કોર્સ માટેની જરૂરી બધી જ સુવિધા જેવી કે હોસ્પિટલ, લેબોરેટરી, રિસર્ચ જેવી સુવિધાઓ અહીં ઉપલબ્ધ હશે. વિશાળ કેમ્પસમાં અહીં આવનાર સમયમાં દુનિયાની કુલ 100 શ્રેષ્ઠતમ યુનિવર્સિટીઓ અહીં આવશે એવું આયોજન કરવામાં આવ્યું છે.

જે-તે યુનિવર્સિટીના નિયમ મુજબ વિદ્યાર્થીઓને અહીંથી શિક્ષણ, પ્રમાણપત્રો તેમજ પદવીઓ મળશે પરંતુ માત્ર ગુજરાત અથવા તો ભારત જ નહીં, પરંતુ સમગ્ર એશિયાના વિદ્યાર્થીઓ માટે આ એક શ્રેષ્ઠ તક હશે. કારણ કે, એક જ સ્થળે આવા એજ્યુકેશન હબ આ ક્ષેત્રમાં નથી કે જે અમેરિકા તેમજ યુરોપના દેશોમાં રહેલાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *