સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) નો પોપ્યુલર શો ‘કોન બનેગા કરોડપતિ, Kaun Banega Crorepati’ દરેક લોકોને પસંદ છે. ત્યારે ‘કોન બનેગા કરોડપતિ’માં હાલ કિડ્સ સ્પેશિયલ એપિસોડ ચાલી રહ્યા છે. જેમાં બાળકો બાળકો પોતાના જ્ઞાન તેમજ અનોખા અંદાજથી ધૂમ મચાવી રહ્યા છે. આવી સ્થિતિમાં હાલમાં જ એક બાળકીએ Amitabh Bachchan ને હેરાન કરી મૂક્યા હતા. તે બાળકીને બોલતા સાંભળી અમિતાભ બચ્ચનની બોલતી બંધ થઈ ગઈ હતી.
View this post on Instagram
મળતી માહિતી અનુસાર, 11 વર્ષીય આ બાળકીનું નામ અનવિશા ત્યાગી છે. તે ફાસ્ટેસ્ટ ફિગર ફર્સ્ટ રાઉન્ડ જીતીને હોટ સીટ સુધી પહોંચી હતી. અનવિશા મહારાષ્ટ્રના વસઈની રહેવાસી છે. તેણે પોતાની વાતો, તોફાનો તથા હાજરજવાબીપણા દ્વારા ચાહકોનો ભરપૂર મનોરંજન કર્યું હતું. તેમજ તેણે કોઈપણ જાતની બીક વગર અમિતાભ સાથે વાત કરી તેમજ અનેક સવાલો પણ કર્યા હતા.
આ શો દરમિયાન પહેલા Amitabh Bachchan એ અનવિશાની પોલ ખોલી હતી, ત્યારે બાદમાં અનવિશાએ પણ અમિતાભની પોલ ખોલવામાં કઈ બાકી રાખ્યું ન હતું. સૌપ્રથમ તો જ્યારે અનવિશા હોટ સીટ પર આવી, ત્યારે તરત જ તેણે અમિતાભના કાનમાં કહ્યું હતું કે તેની મમ્મી ગણિતની ટીચર છે. પરંતુ તેને આ વિષય બિલકુલ જ પસંદ નથી. સાથે એમ પણ કહ્યું હતું કે તેઓ આ વાત કોઈને શહેર ન કરે, પરંતુ અમિતાભે આ વાત તેની મમ્મીને કહી દીધી હતી. જેના કારણે અન્વીશા એ પણ અમિતાભની પોલ ખોલવાનું નક્કી કર્યું હતું.
આ સમયે અનવિશાએ બિગ બીને સવાલ કર્યો હતો કે પ્રિન્સિપાલ તથા ટીચરે ના પકડ્યા હોય તેવા કયા તોફાનો તમે સ્કૂલમાં કર્યા હતા. સાથે જ અનવિશાએ બિગ બીને સો.મીડિયામાં તેને ફોલો કરવાનું કહ્યું હતું. અનવિશાની નોનસ્ટોપ વાતોથી માત્ર બિગ બી જ નહીં, પણ દર્શકો પણ નવાઈમાં મૂકાઈ ગયા હતા. અમિતાભે કહ્યું હતું, ‘તમે અમારી બધાની બોલતી બંધ કરી દીધી છે.’ આ સાંભળીને અનવિશાએ કહ્યું હતું કે તે પોતાની વાત પર ક્યારેય કંટ્રોલ રાખી શકતી નથી. તેને ડાન્સનો ઘણો જ શોખ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.