નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં આજે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા હતા. રાષ્ટ્રપતિ ભવનમા યોજાયેલા ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમિતાભને દાદા સાહેબ ફાળકે એવોર્ડનું સ્વર્ણ કમલ ચંદ્રક, રૂપિયા દસ લાખનું કેશ ઇનામ અને શાલ ઓઢાડી અમિતાભનું સન્માન કર્યુ હતું.
સાત હિન્દુસ્તાની ફિલ્મથી ફિલ્મજગતમાં કારકિર્દીની શરૂઆત કરનારા વિશ્વપ્રસિદ્ધ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને 77 વર્ષની ઉંમરે ભારતીય ફિલ્મ જગતના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં અમિતાભ સાથે તેમના સાંસદ પત્ની જયા બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન હાજર રહ્યા હતા. આ ઉપરાંત નેશનલ એવોર્ડના વિજેતાઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહ બાદ અમિતાભ સહિતના મહેમાનો માટે રાષ્ટ્રપતિ તરફથી હાઇ-ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. એવોર્ડ સ્વીકારતા સમયે અમિતાભે આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે મારી કામગીરીને યોગ્ય ગણવા માટે હું ભારત સરકાર, માહિતી અને પ્રસારણ મંત્રાલય તેમજ નિર્ણાયકોનો ખુબ ખુબ આભાર માનુ છું.
ઇશ્વરે મારા પર દયા કરી છે અને મારા માતા-પિતાના આશિર્વાદ પણ મારા પર રહ્યા છે. ફિલ્મ દિગ્દર્શકો, નિર્માતાઓ અને સાથી કલાકારોએ મને હમેશા મને સાથ આપ્યો છે, જો કે મારા પર સૌથી વધારે ઋણ ભારતીય દર્શકોનું છે. તેમના પ્રેમ અને પ્રોત્સાહને જ મને અહીં પહોંચાડયો છે. ખૂબ વિનમ્રતા અને કૃતજ્ઞાતા સાથે હું આ એવોર્ડ સ્વીકારૂ છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.