માતાએ દીકરાના મૃત્યુ બાદ વિધવા વહુના બીજા લગ્ન કરાવ્યા- કલીયુગમાં સતયુગી સાસુ, વાંચો અહી

છ વર્ષ પહેલા સાસુ જે છોકરીને વહુ બનાવીને ઘરે લાવી તેને જ હવે દીકરીની જેમ વહુ બનાવી વિદાય કરી છે.સાસુએ એવી જ રીતે વહુ ના…

છ વર્ષ પહેલા સાસુ જે છોકરીને વહુ બનાવીને ઘરે લાવી તેને જ હવે દીકરીની જેમ વહુ બનાવી વિદાય કરી છે.સાસુએ એવી જ રીતે વહુ ના લગ્ન કરાવ્યા જે રીતે તેણે પોતાના દીકરીના લગ્ન કરાવ્યા હતા. આ અનોખા લગ્ન મધ્યપ્રદેશના રતલામ માં થયા.

સાસુ-સસરાએ પોતાની ઢળતી ઉંમર ને જોઈ વહુને દીકરીની જેમ પુનર્વિવાહ કરાવી લગ્નમાં કન્યા દાન કરી પુરા રીતિ-રિવાજ સાથે પોતાના ઘરે થી વિદાય આપી અને ખુશિઓથી ભરેલા આ લગ્નમાં lockdown પણ ન નડ્યું.સામાજિક અંતરના નિયમોનું પાલન કરતાં ત્રણ પરિવારો સહિતના સીમિત માત્રામાં સદસ્યો વચ્ચે આ લગ્ન સંપન્ન થયા.

હકીકતમાં કટાજુ નગરમાં રહેતા ૬૫ વર્ષના સરલા જૈન એ દીકરા મોહિત ના લગ્ન આશ્ટા નિવાસી સોનમ સાથે છ વર્ષ પહેલાં કરાવ્યા હતા પરંતુ લગ્નનાં ત્રણ વર્ષ બાદ દીકરો મોહિત કેન્સરથી પીડિત થઈ ગયો. ત્રણ વર્ષો સુધી વહુ સોનમે પોતાના પતિ ની ખુબ સેવા કરી પરંતુ તે જીવનની લડાઈ હારી ગયો. ત્યાર બાદ સોનમ પણ પોતાના સાસુ-સસરા સાથે દીકરીની જેમ રહેવા લાગી.

સોનમની સેવા અને તેના જીવનની ખુશીઓની ચિંતા તેની સાસુએ કરી.પોતાના ભાઈ લલિત અને સોનમના પરિવારજનોને પુનર્વિવાહ ની વાત કરી તો તમામ લોકો રાજી થઈ ગયા અને નાગદા માં સૌરભ જૈન સાથે સંબંધ નક્કી થયો.

પરિજનોને નાગદા જઈને લગ્ન કરવા હતા હોટલ પણ બુક થઈ ગઈ હતી, પરંતુ lockdown થવાના કારણે મુશ્કેલીઓ આવતી હતી તો મોહિત ના મામા લલિતે પ્રશાસન સાથે વાત કરી અને પોતાના ઘરમાં જ વહુ સોનમના દીકરીની જેમ લગ્ન કરાવવામાં આવ્યા..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *