સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજબરોજ અનેકવિધ વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાંક વિડીયો રમુજી હોય છે તેમજ કેટલાંક વિડીયો આશ્વર્યચકિત કરી દે એવાં હોય છે. તેમાં પણ બાળકોના અનેકવિધ વીડિયો વાયરલ થતા વાર લાગતી નથી. બાળકોની વિચિત્ર હરકતો, બાળકોનું ટેલેન્ટ વગેરેના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ પોપ્યુલર છે.
આવા સમયમાં રાજ્યમાં આવેલ બાબરાની માર્કેટમાં એક બાળકનો દુહા-છંદ લલકારતો વીડિયો ખુબ વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાતો બાળક તમારું દિલ જીતી લેશે. આ વીડિયોમાં ગુજરાતી બાળકનું ટેલેન્ટ ઝળકાઈ આવ્યું છે. ગુજરાતી પરંપરાગત વેશભૂષામાં ગુજરાતી સાહિત્યના પ્રાચીન દોહા છંદ પોકારી અમરેલી શહેરની માર્કેટ ગજવતા બાળકનો વીડિયો સામે આવ્યો છે.
આ બાળકે જે અંદાજમાં દોહા પોકારી રહ્યો છે એને જોતા સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. જેણે પણ આ વીડિયો જોયો તે આ બાળકના ટેલેન્ટની પ્રશંસા કરી રહ્યાં છે. આ બાળકનું નામ રમેશ બારોટ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેની ઉંમર માત્ર 10 વર્ષની છે.
બાળકના પિતાનું નામ વાઘાભાઈ બારોટ છે. વાઘાભાઈ બારોટ મૂળ ભાવનગર વિસ્તારમાં આવેલ બાબરામાં રહે છે. પોતાની ગાવાની આવડતને લીધે બાળક સ્થાનિક સ્તરે ખુબ પ્રખ્યાત છે. તેનો પરિવાર ઊંટ ભાડે આપીને ગુજરાન ચલાવી રહ્યાં છે. તેમની માલિકીનું એક ઊંટ છે કે, જેને તેઓ લગ્નના ફુલેકા, ધાર્મિક પ્રસંગોમાં માંગ પ્રમાણે લઈ જાય છે.
આની સાથે જ ગામોગામ જઈને પિતા-પુત્ર આવી રીતે ગાઈને કમાણી કરે છે. ગુજરાતી સાહિત્ય અમૂલ્ય છે પણ નવી પેઢી જ્વલ્લે જ તેમાં રસ લેતી જોવા મળે છે. આવા સમયમાં આ બાળક જે રીતે જૂના દોહા પોકારી રહ્યો છે એનાં પરથી જાણી શકાય છે કે, તેને નાનપણથી જ તેનું જ્ઞાન છે. તેને તેની તાલીમ આપવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle