એવું તો શું થયું કે વરઘોડો મુકીને વરરાજાને લઈને ઘોડી ભાગી ગઈ- વિડીયો જોઇને તમે પણ ચોંકી ઉઠશો

આપને જાણીએ જ છીએ કે હાલમાં લગ્નની સીઝન જોરશોરથી ચાલી રહી છે. ત્યારે રાજ્યભરમાં ઠેરઠેર લગ્ન પ્રસંગો ઊજવાઈ રહ્યા છે. આ દરમિયાન પાટણ જિલ્લાના રોડા ગામે એક ચર્ચાસ્પદ બનાવ બન્યો હતો. જેમાં વરઘોડામાં ઘોડી પર સવાર થયેલા વરરાજાને ભડકેલી ઘોડી લઈને ભાગી ગઈ હતી. વરઘોડોમાંથી વરરાજાને લઈને ભાગેલી ઘોડીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે.

પાટણના રોડા ગામમાં વરરાજાને ઘોડા ઉપર ચડાવીને ઘોડો નચાવી રહ્યા હતા. આ દરમિયાન વરઘોડામાં અચાનક ઘોડો કાબૂ બહાર થઈ વરરાજાને લઇને ભાગી ગયો હતો. હાસ્યસ્પદ બનેલા બનાવના વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થયો છે, જેમાં ઘોડી વરરાજાને લઈને ભાગતાં તેની પાછળ લોકો દોડતા હોય તેવું જોવા મળ્યું હતું.

મળતી માહિતી અનુસાર, રોડા ગામમાં એક દેવીપૂજક સમાજના યુવકના લગ્ન રોડા ખાતે યોજાઈ રહ્યા હતા. ત્યારે લગ્નના વરઘોડામાં આ બનાવ બન્યો હોવાનું જોવા મળ્યું છે. આ ઘોડી વરરાજાને લઈ ભાગી જતાં એનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં દિવસભર શહેરમાં અને સમગ્ર જિલ્લામાં કિસ્સો ચર્ચાસ્પદ બની ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *