દર્દી સાથે સિવિલ હોસ્પીટલે પાર કરી હેવાનિયતની તમામ હદો- પહેલા તો જરૂરી ઓક્સીજનની પાઈપ કાઢી લીધી અને પછી…

કોરોના મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલો બેદરકારીને કારણે હંમેશા ચર્ચામાં રહી છે, હાલ અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ મહિલા કેવી કેવી પરિસ્થિતિથી વચ્ચે સિવિલમાં સારવાર લઇ રહ્યા…

કોરોના મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલો બેદરકારીને કારણે હંમેશા ચર્ચામાં રહી છે, હાલ અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ મહિલા કેવી કેવી પરિસ્થિતિથી વચ્ચે સિવિલમાં સારવાર લઇ રહ્યા હતા તેનો ઓડિયો હાલ વાયરલ થયો છે. સિવિલ હોસ્પિટલ દ્વારા કેવી હેવાનિયત દર્દીઓ સાથે કરવામાં આવી રહી છે તેનો પર્દાફાશ થયો છે.

વાલીબેન જીનાભાઈ ભુવાને સામાન્ય તાવ આવ્યો હતો અને પરિવારજનો સવારમાં જ સિવિલમાં રીપોર્ટ કરાવવા પહોચ્યા હતા અને રીપોર્ટ કરાવ્યા બાદ કોઈ રિપોર્ટનું કાગળ નહોતું આપ્યું પરંતુ ડો.સતાણી પરિવારજનો પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારા દર્દીનો રીપોર્ટ નેગેટીવ છે, એટલે પરિવારે તેમને રજા આપવાની માંગણી કરી હતી. પરંતુ દર્દી કોરોના નેગેટીવ હોવા છતાં સિવિલે રજા પણ ન આપી અને કોઈપણ જાતનો લેખિતમાં રીપોર્ટ પણ ન આપ્યો અને દર્દીને સાજ સુધી સિવિલમાં રાખ્યા હતા.

જયારે સાંજે ફરીથી એકવાર વાલીબેનના દીકરા સિવિલમાં પહોચ્યા અને કહ્યું કે, અમારા દર્દીને રજા આપો અમારે તેમને અમદાવાદ લઇ જવા છે, ત્યારે સિવિલ હોસ્પીટલના એક મહિલા ડોક્ટર લેખિતમાં લઈને આવ્યા કે, ‘તમારા માતૃશ્રી કોરોના પોઝીટીવ છે તમારે તેને અહિયાં જ રાખવા પડશે’. આ લેખિત રીપોર્ટ પણ મહિલા ડોકટરે તમની પાસે જ રાખ્યો હતો. રીપોર્ટની માંગણી કરવા છતાં સિવિલ દ્વારા કોઈપણ પ્રકારનો રીપોર્ટ પરિવારજનોને આપ્યો નહિ.

ત્યારબાદ પોઝીટીવના સમાચાર સાંભળી પરિવારજનો વાલીબેનને સિવિલમાં દાખલ કરીને ઘરે રવાના થયા હતા. વાલીબેન કેવી પરિસ્થિતિમાં સિવિલમાં જીવી રહ્યા છે તેની જાણકારી તેમને સાંજે ફોન દ્વારા મળી હતી. જયારે વાલીબેનના દીકરાએ તેમને હોસ્પીટલમાં ફોન કર્યો હતો. ત્યારે વાલીબેને ફોનમાં જણાવ્યું હતું કે, ‘મને બીજા વોર્ડમાં લઇ લીધી છે અને અહિયાં કોઈ ધ્યાન આપતું નથી અને મને ખુબ જ પેશાબ લાગ્યો છે પરંતુ કોઈ આવતું નથી.’

વાલીબેને ફોનમાં જણાવ્યું હતું કે ‘તે પથારી પરથી નીચે ઉતરી શકે તેમ પણ નહોતા’. વાલીબેને એ પણ જણાવ્યું હતું કે, મારો ઓક્સીજન પણ કાઢી નાખ્યો છે અને મને કઈ સારું લાગતું નથી.’ ત્યારબાદ બાલીબેને ત્યાં હજાર રહેલા સ્ટાફને પણ કહ્યું હતું કે મને કોઈ બાથરૂમમાં લઇ જાવ અથવા મને અહિયાં જ ટ્રે (ડીસ) આપો. પરંતુ આ સાંભળી સાંભળીને પણ સ્ટાફ દર્દીને તેની હાલત પર છોડીને જતા રહ્યા હતા. માતાની આ વાતો સાંભળી તરત જ દીકરો સિવિલમાં જવા રવાના થઇ ગયા હતા પંરતુ ઘણા પ્રયત્નો છતાં સિવિલવાળાએ તેમના દીકરાને અંદર જવા દીધા નહોતા અને છેવટે પોલીસની ધમકી આપીને ઘરે મોક્લી દીધા હતા. ત્યારબાદ તમના દીકરાનો અને તેમની માતા વચ્ચે કોઈ સંપર્ક થયો નોહતો.

જયારે વહેલી સવારે સિવિલ માંથી વાલીબેનના દીકરા પર ફોન આવ્યો હતો કે, ‘તમારા દર્દીનું દેહાંત થયું છે તમે આવીને ડેડબોડી લઇ જાવ’. આ ફોન આવતા જ પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું અને શોકનો માહોલ છવાઈ ગયો હતો. જયારે પરિવાર મૃતદેહ લેવા પરિવાર સિવિલમાં પહોચ્યો ત્યારે પરિવારે તેમનો રીપોર્ટ માંગ્યો હતો અને રીપોર્ટ જોતા જ પરિવારજનોની આંખો પહોળી થઇ હતી, કારણ કે રીપોર્ટ નેગેટીવ હતો. સિવિલની આ બેદરકારી પહેલીવાર નહોતી થઇ આ પહેલા પણ કેટલાય માસુમ પરિવારો સાથે સિવિલ હોસ્પીટલે જીવન અને મરણના ખેલ ખેલ્યા છે. સિવિલ હોસ્પીટલે દર્દીનો એકપણ રીપોર્ટ આપ્યો નહોતો અને ચાર કલાક પરિવારની ભાગદોડ બાદ મૃતદેહ સોંપાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *