પરેશ ધાનાણી સાયકલ પાછળ ગેસનો બાટલો બાંધી મતદાન કરવા પહોંચ્યા- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): આજે રાજ્યની 182 બેઠકોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. લોકશાહીના આ પર્વને ઉજવવા માટે…

ગુજરાત(Gujarat): આજે રાજ્યની 182 બેઠકોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. લોકશાહીના આ પર્વને ઉજવવા માટે લોકો મતદાન કરવા માટે જઈ રહ્યા છે. મહત્વનું છે કે, રાજ્યના 19 જિલ્લાના 25 હજાર 430 મતદાન મથકો પર પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. પ્રથમ તબક્કામાં 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો સાંજના 5 વાગ્યા સુધી પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરી શકશે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આ 788 ઉમેદવારોનું ભાવિ આજે EVMમાં કેદ થશે.

પરેશ ધાનાણી મતદાન કરવા પહોચ્યા:
મહત્વનું છે કે, અમરેલી સીટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલ પાછળ ગેસ સિલિન્ડર બાંધીને મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ધાનાણીએ સવારે પૂજા અર્ચન કરીને માતાના આશીર્વાદ લીધા ત્યાર બાદ તેઓ પરિવાર સાથે સાયકલની પાછળ ગેસનો બાટલો, તેલનો ડબ્બો લઇને મતદાન કરવા પહોંચ્યા હતા.

મત આપ્યા બાદ જાણો શું કહ્યું પરેશ ધાનાણીએ:
મતદાન કર્યા બાદ ધાનાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ૨૭ વર્ષથી સતત ભાજપના રાજમાં ગુજરાત બેહાલ થઈ ગયું છે. રાજ્યમાં આજે ગરીબના ઘરે બે ટાઈમ ચૂલો સળગાવવાની સમસ્યા છે. મોદી સાહેબની મહેરબાનીથી રાજ્યમાં આજે ગેસ નો બાટલો રૂ. ૧૧૨૦ નો થયો છે. પેટ્રોલ ડીઝલ પણ રૂ.૧૦૦ ને પાર થયું છે. તેલનો ડબ્બો રૂ.૩૦૦૦ ને પાર પહોંચી ગયો છે. ગરીબોને ઘરે વઘાર કેમ કરવો એની ચિંતા સતાવી રહી છે. ત્યારે રાજ્યમાં મંદી, મોંઘવારીમાંથી ગુજરાતની જનતાએ મુક્ત થવા, અત્યાચાર અને ભ્રષ્ટાચારના શાસનમાંથી લોકોએ મુક્તિ મેળવવા આજે ખુબજ સમજી વિચારીને મતદાન કરવાનું છે ત્યારે અમારો પરિવાર વહેલો સમજી ગયો છે અને વહેલા ઊઠીને મતદાન કર્યું છે. ત્યારે અમારો મત મંદી, મોંઘવારી, બેરોજગારી, નફાખોરી અને કાળાબજારીને હરાવવા, પોતાનું સ્વાભિમાન બચાવવા તેમજ અત્યાચાર અને ભ્રષ્ટાચારના શાસનમાંથી મુક્તિ માટે આપ્યો છે. ત્યારે રાજ્યના મતદારોને વિનંતી કરતા કહ્યું હતું કે આપ પણ આપનાં સ્વાભિમાનને બચાવવા માટે, શાસકોના અહંકારને ઓગાળવા મતદાન કરજો.

પરેશ ધાનાણીએ મત આપ્યા બાદ જણાવતા કહ્યું હતું કે, ભાજપ સરકારની નિષ્ફળતાને કારણે ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીમાં વધારો થયો છે. ગેસ અને ઈંધણના ભાવ આસમાને પહોંચી ગયા છે અને શિક્ષણનું ખાનગીકરણ થયું છે. સત્તાનું પરિવર્તન થશે અને કોંગ્રેસ આવશે.

788 ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ:
પ્રથમ તબક્કામાં કુલ 11 મંત્રી, ભાજપ, આપ અને કોંગ્રેસના 266 ઉમેદવારો સહિત 788 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. કુલ 89 બેઠકોમાંથી 14 બેઠક આદિવાસી અને દલિત માટે રિઝર્વ રાખવામાં આવી છે. પહેલા તબક્કાના મતદાન માટે 25,430 જેટલા બૂથ ઊભા કરવામાં આવ્યા છે. જેમાંથી 15,416 બૂથ ગામડાઓમાં અને 9,014 બૂથ શહેરી વિસ્તારમાં છે.

5 ડિસેમ્બરે છે બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ: 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *