ચારેબાજુ વખણાઇ રહ્યું છે અમરેલીના આ કપલનું ગામઠી પ્રિ-વેડિંગ ફોટોશૂટ, જોઇને તમે પણ કરવા લાગશો વાહવાહી

પ્રિ-વેડિંગઆજ કાલ લોકો લગ્નને અનોખા બનાવવા માટે અવનવી તરકીબ આજમાવતા હોય છે. લગ્નના ખર્ચમાં શોધી વધુ એક ખર્ચો પ્રિ-વેડિંગ ફોટોશુટનો ઉમેરાયો છે. લોકો પ્રિવેડિંગ ફોટોશૂટ…

પ્રિ-વેડિંગઆજ કાલ લોકો લગ્નને અનોખા બનાવવા માટે અવનવી તરકીબ આજમાવતા હોય છે. લગ્નના ખર્ચમાં શોધી વધુ એક ખર્ચો પ્રિ-વેડિંગ ફોટોશુટનો ઉમેરાયો છે. લોકો પ્રિવેડિંગ ફોટોશૂટ માટે લાખો રૂપિયાનો ખર્ચો કરે છે. હાલ અમરેલીના પોલીસમાં ફરજ બજવતાં યુવક-યુવતી લગ્ન ગ્રંથિએ જોડાવવા જઈ રહ્યા છે.

આ યુગલે તેમના લગ્નના પ્રિ-વેડિંગમાં ભારતીય પરંપરા ઝળકાવી છે. આ યુવક-યુવતીએ ગામડાની સ્ટાઈલમાં યુનિક ફોટોશૂટ કરાવ્યું છે. અમરેલી સાયબર ક્રાઈમ પોલીસમાં નયનકુમાર સાવલીયા ફરજ બજાવે છે.

તેમની સાથે ધારા અમરેલી હેડક્વાર્ટરમાં પોલીસ કર્મચારી છે. નયનકુમાર સાવલીયા અને ધારા 7 તારીખ લગ્નનોત્સવ પ્રસંગમાં પોલીસ કપલ બનશે. આ બંને પોલીસ કર્મચારીઓ સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં છવાયેલા છે.

હવે તેમનું પ્રિવેડિંગ ફોટોશૂટ પણ ખુબજ ચર્ચામાં આવ્યું છે. પ્રિ-વેડિંગ ફોટોશૂટ એટલે રૂપિયાનો ધુમાડો કરવો. જો પ્રિ-વેડિંગમાં ડેસ્ટિનેશન ફોટોશુટ હોય તો લાખોનો ખર્ચો થઇ જાઈ છે. પરંતુ જો તમારી પાસે કાઈક યુનિક આઈડિયા હોય તો રૂપિયા ખર્ચવાની જરૂર પડતી નથી.

અમરેલીના આ કપલે વેસ્ટર્નના વૈભવશાળી કલ્ચરને દૂર રાખીને દેશી આઈડિયા અપનાવીને પ્રિ-વેડિંગ કર્યું છે. આ કપલે અદ્દલ ગામઠી સ્ટાઈલમાં પ્રિ-વેડિંગનું ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ જૂના લીંપણવાળા ઘર અને ખેતરમાં કરવામાં આવ્યું છે.

સાથે સાથે પહેરવેશ પણ દેશી છે. આ વાત એ બતાવે છે કે તમારી પાસે આઈડિયા હોય તો રૂપિયો ખર્ચ્યા વગર પણ પ્રિ-વેડિંગ ફોટો શૂટ કરી શકાય છે.

હાલ લોકો ભાતીગળ સંસ્કૃતિ આને જૂનો પહેરવેશ ભૂલી જ ગયા છે. તેવામા આ યુગલે પરંપરાગત પહેરવેશમાં પ્રિવેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે.

આ ફોટોગ્રાફ્સને કંકોત્રીમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ પ્રિવેડિંગ ફોટોગ્રાફ્સમાં તેઓને ગામઠી સ્ટાઈલમાં જોઈ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *