ગીરના રાષ્ટ્રીય ઉદ્યાનના ગાર્ડે ગુજરાતી ભાષામાં સિંહ પાસે માંગી મદદ, પછી થયું એવું કે… – જુઓ વિડીયો

વર્લ્ડ વાઇલ્ડલાઇફ સપ્તાહ ચાલી રહ્યો છે અને આવી સ્થિતિમાં ગીર નેશનલ પાર્કમાંથી એક ખૂબ જ સુંદર વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો કેન્દ્રીય મંત્રી પ્રકાશ…

વર્લ્ડ વાઇલ્ડલાઇફ સપ્તાહ ચાલી રહ્યો છે અને આવી સ્થિતિમાં ગીર નેશનલ પાર્કમાંથી એક ખૂબ જ સુંદર વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ શેર કર્યો છે. ઘણી વખત આવા વિડિયા સોશિયલ મીડિયા પર જોવા મળે છે કે, એકવાર જોયા પછી તેને વારંવાર જોવાની ઈચ્છા થતી હોય છે. એમાં પણ ખાસ કરીને નાના બાળકો અને પ્રાણીઓના વીડિયો. ઘણી વખત તેમની અત્યંત સુંદર હિલચાલ એ કેમેરામાં કેદ થતી હોય છે અને તે હૃદયમાં પણ સ્થાયી થતી હોય છે. આ વાયરલ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળે છે.

ગુજરાતીમાં મદદ માંગી
વર્લ્ડ વાઇલ્ડલાઇફ સપ્તાહ હજી પણ ચાલી રહેલ છે અને આવી સ્થિતિમાં ગીર નેશનલ પાર્કમાંથી એક ખૂબ જ સુંદર વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ગીરના જંગલના અધિકારી મહેશ સોંદરવા ફરજ પૂરી થયા બાદ ઘરે જતા જોવા મળી રહ્યા છે. ત્યારે તેઓ જુએ છે કે, જંગલનો એક સિંહ તેમનો રસ્તો રોકીને બેઠો છે. જંગલના રાજાથી ડરવાને બદલે આખો દિવસ સિંહ સાથે રહેતા મહેશ તેની સાથે ગુજરાતીમાં મદદ માંગતા જોવા મળે છે. તેઓ સિંહને ગુજરાતી ભાષામાં સમજાવે છે કે, તેઓ આખો દિવસ તેમની સેવામાં રોકાયેલા હતા અને હવે તેને પોતાના ઘરે જવા માટે માંગતા હતા.

સિંહે તેની વાત સમજી લીધી:
તમને વિડિઓ જોઇને અને જાણીને આશ્ચર્ય થશે કે, સિંહે તેમને સાંભળ્યા અને સમજ્યા પછી રસ્તા પરથી ઉભો થઈ ગયો અને તેમને ત્યાંથી જવા માટેનો રસ્તો કરી આપ્યો. મહેશે આ વીડિયો રેકોર્ડ કર્યો છે અને વન વિભાગની સેવામાં હાજર અધિકારી ડો.અંશુમને સાથે શેર કર્યો હતો. તેણે આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ અપલોડ કર્યો હતો. અધિકારી અને સિંહની પરસ્પર પ્રતિક્રિયા અને સમજણને જોઇને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.

પ્રકાશ જાવડેકરે પણ આ વિડીયો શેર કર્યો હતો:
કેન્દ્રીય પર્યાવરણ, વન વિભાગનાં મંત્રી પ્રકાશ જાવડેકરે(પ્રકાશ જાવડેકર) પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર સિંહનો આ ખાસ વીડિયો શેર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *