ગામની મહિલા સરપંચના ઘરમાં દરોડા પાડતા મળી કરોડોની મિલકત- સરપંચની જાહોજલાલી એવી હતી કે…

હાલમાં મળી આવેલ જાણકારી પ્રમાણે, રીવા જિલ્લામાં આવેલ બૈજનાથ ગામની મહિલા સરપંચની પાસે લોકોયુક્ત દ્વારા દરોડા પાડતા કરોડોની સંપત્તિ મળી આવી છે. એક નાના એવા…

હાલમાં મળી આવેલ જાણકારી પ્રમાણે, રીવા જિલ્લામાં આવેલ બૈજનાથ ગામની મહિલા સરપંચની પાસે લોકોયુક્ત દ્વારા દરોડા પાડતા કરોડોની સંપત્તિ મળી આવી છે. એક નાના એવા ગામની સરપંચની જાહોજલાલી એવી હતી કે, ઘરમાં સ્વિમિંગ પૂલ પણ બનાવી રાખ્યો હતો. લોકાયુક્ત દ્વારા જ્યારે ઘરમાં દરોડા પાડ્યા ત્યારે હાઇવા ટ્ર્ક સહિત 30 ભારે વાહનો ઉભા હતા. મકાન તથા જ્વેલરીનો તો કોઇ હિસાબ જ ન હતો.

સવારમાં 4 વાગે લોકાયુક્ત પોલીસની ટીમ દ્વારા મહિલા સરપંચ સુભા જીવેન્દ્ર સિંહ ગહરવારના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. લોકાયુક્તની ટીમ દ્વારા સરપંચના ઘરની જાહોજલાલી જોઈને દંગ રહી ગઈ હતી. તેમના ઘરમાંથી કુલ 11 કરોડથી વધુની સંપત્તિ મળી આવી છે. ઘરમાં લાખો રૂપિયાના સોના-ચાંદીના ઘરેણા, 26 ભૂખંડ સહિત 30 ભારે વાહનો મળી આવ્યા છે. કરોડોના મકાનમાં સ્વિમિંગ પૂલ પણ છે.

આલિશાન બંગલો:
લોકાયુક્ત પોલીસની ટીમ દ્વારા દસ્તાવેજ જોવાયા બાદ સરપંચના ઘરમાંથી 30 હેવી વાહનો જપ્ત કરી લેવામાં આવ્યા છે કે, જેમાં ચૈન માઉન્ટેન, જેસીબી મશીન, હાઇવા ટ્રક, ડમ્પર, લોડર મશીન, પાણીના ટેન્કર, સ્કોર્પિયો, બોલેરો સહિત કેટલાક વાહનોનો સમાવેશ થાય છે. આની સિવાય સરપંચના 1-1 એકરમાં બનેલ કરોડો રૂપિયાના બે મકાનની પણ માહિતી મળી છે.

મકાન એટલા આલિશાન છે કે, તેમાં સ્વિપિંગ પૂલ પણ બનાવ્યા છે. એકસાથે 20 લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણા પણ લોકાયુક્તની ટીમને હાથ લાગ્યા છે. સરપંચ સુભા જીવેન્દ્ર સિંહ ગહરવારના અંદાજે 36 ભૂખંડ છે કે, જેમાં 12 ભૂખંડની રજિસ્ટ્રી મળી છે. જયારે બાકીની જાણકારી મેળવવામાં આવી રહી છે.

11 કરોડની બ્લેકની કમાણી:
મહિલા સરપંચના અગ્રીકલ્ચર પ્લોટ અંગે પણ માહિતી મળી છે કે, જેમાં કેટલાકની રજીસ્ટ્રી પણ થઇ નથી. બતાવવામાં આવી રહ્યું છે કે, લોકાયુક્ત પોલીસની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં અંદાજે 11 કરોડ રૂપિયાથી વધુની બ્લેક સંપત્તિ મળી આવી છે. હજુ પણ વધુ સંપત્તિ મળી આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *