AAP નેતાના પુત્ર સામે ફરિયાદ: યુવતીને કારમાં લઈ જઈ છરીની અણીએ દુષ્કર્મ ગુજાર્યાનો આક્ષેપ

Amreli Politics news: રાજ્યમાં અમરેલી જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલી જિલ્લાના આમ આદમી પાર્ટી (AAP) નેતાના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે દુષ્કર્મમાં મદદગારીના આરોપસર આપ નેતા (Amreli Politics news) સામે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપ અનુસાર, બગસરાની એક યુવતી સાથે AAP નેતાના પુત્રે અલગ અલગ જગ્યાએ અનેકવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે પોલીસે AAP નેતા, તેમના 2 પુત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે.

કારમાં લઈ જઈ છરી બતાવીને દુષ્કર્મ આચર્યા હોવાનો આરોપ
અમરેલી જિલ્લામાં ધારી બગસરા વિધાનસભા બેઠકના વર્ષ 2022 ના આમ આદમી પાર્ટી (AAP) ઉમેદવાર કાંતિ સતાસિયાના દીકરા હરેશ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા આખા જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. બગસરાની એક યુવતી સાથે AAP નેતાના દીકરા હરેશ સતાસિયાએ બગસરાના જાંજરિયા ગામ સહિત અલગ-અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોધવી છે.

યુવતીની સગાઈ તોડાવીને કારમાં લઈને છરી બતાવીને AAP નેતાના દીકરાએ દુષ્કર્મ આચર્યું હોવાનો પોલીસ ફરિયાદમાં આરોપ મુકવામાં આવ્યો છે. ફરિયાદમાં બગસરા APMC ના પૂર્વ ચેરમેન અને AAP ના નેતા કાંતિ સતાસિયાના પુત્ર હરેશ સતાસિયાએ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આરોપ લાગવામાં આવ્યો છે.

2 દીકરા અને પુત્રવધુ સામે ફરિયાદ
આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં AAP નેતા કાંતિ સતાસિયા અને તેમના 2 દીકરા અને પુત્રવધૂ સામે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી સહિતના આરોપો સાથે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. જો કે, અમરેલી જિલ્લામાં AAP નેતા અને તેના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ઉઠ્યો હતો.