ગુજરાત(Gujarat): અમરેલી(Amreli) જિલ્લામાં દારૂબંધીના કડક અમલ અને ગેરકાયદેસર વેચાણને અટકાવવા માટે અમરેલી પોલીસ અધિક્ષક એવા નિર્લિપ્ત રાય(SP Nirlipt Rai)ની સુચનાથી દારૂ ગાળવા માટે ભઠ્ઠી ચલાવવાની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ધ્યાન રાખી અને તેમના ઉપર સફળ રેડ(Successful Red) કરવા ખાસ એક્શન પ્લાનનો તખ્તો તૈયાર કરવામા આવ્યો હતો.
જેને લઈને ખાસ કરીને ભઠ્ઠી અંગેની પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોહિબિશન ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લા પોલીસને દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવી રહેલા ઇસમો સામે ડ્રોનનો ઉપયોગ કરીને દારૂ બનાવવાની ભઠ્ઠીઓ શોધી કાઢવામાં અમરેલી પોલીસને સફળતા મળી છે.
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઇવ દરમ્યાન કુલ 65 કેસો દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ભઠ્ઠીના 9 કેસો, દેશી દારૂ કબ્જાના 23 કેસો તથા કેફી પીણુ પીવા અંગેના 33 કેસો દાખલ કરવામાં આવ્યા છે. ઉપરાંત ડ્રોન દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા અમરેલી તાલુકા વિસ્તારનાં ચિતલ ગામે ડ્રોન ઉડાડી ડ્રોનની મદદથી ત્રણ જગ્યાએ ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ પકડી પાડવામાં આવી હતી.
જેમાં એક સ્થળ પરથી રૂપિયા 660ની કિંમતનો 33 લિટર દેશી દારૂ, 270 રૂપિયાની કિંમતનો 135 લિટર આથો, દારૂ બનાવવા માટે રૂપિયા 710ની કિંમતના ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 1640ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે અન્ય જગ્યાએથી રૂપિયા 2280ની કિંમતનો 124 લિટર દેશી દારૂ, 364 રૂપિયાની કિંમતનો 182 લિટર આથો, દારૂ બનાવવા માટે રૂપિયા 1825ની કિંમતના ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 4469ના મુદ્દામાલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડ્રાઇવ દરમ્યાન દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવવાની અને દારૂ વેચાણની પ્રવૃતિ કરતા તેમજ કેફી પીણુ પીધેલા કુલ 49 જેટળા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમરેલીના એસપી નિર્લિપ્ત રાયના આ પ્રોહિબિશન ડ્રાઈવને ગુજરાતના ડીજીપીએ પણ ટ્વિટ કરીને બે મોઢે વખાણ કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.