સુરતના અમરોલી માં દુષ્કર્મની ફરીયાદ નોંધાતા ચકચાર મચી છે. મકાન માલિક આરોપી પરેશ પટેલ દ્વારા તેના એક મકાન માં એક પરીવાર રહેતો હતો. પરેશની નજર આ પરિણીત મહિલા પર પહેલેથી જ ખરાબ હોઈ એ રીતે એક દિવસ મહિલા નો પતિ કામ ધંધા માટે બહાર ગયો હતો. ત્યારે મહિલાને એકલી જોઈ આ નરધામ તેના ઘરમાં ઘૂસીને અને કહ્યું કે તે તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માંગે છે, જો તે તેની વાત કહેલી નહીં માને તો તેના દીકરા ને ધાબા પર થી નીચે ફેંકી દેશે. આમ કહી મહિલા એ ડરી જઈ પોતાનો દેહ તે નરાધમને સોંપી દીધો હતો. ત્યાર બાદ નરાધમે તેની સાથે ફોટો પણ ખેંચી લીધા અને ત્યાર બાદ તે તે ક્લિક કરેલા ફોટો લોકો ને અને તેના પતિ ને બતાવી દેશે તેવી ધમકી આપી ઘરમાં ઘુસી અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું.
પરિણીતાએ રોજ રોજ ની ધમકી ઓ થી કંટાળી મહિલા એ એક દિવસ પતિ ને પોતાના પર થતા અત્યાચાર ની વાત કહી અને પતિ એ પેહલા તો તે મકાન ખાલી કરી પોતાના વતન જતો રહ્યો હતો. ત્યાર બાદ વતનના પોલીસ મથકમાં પત્ની પાસે દુષ્કર્મ ની અરજી કરતા બનાવ સુરત નો હતો એટલે સુરતમાં આ અંગે સુરતના અમરોલી પોલીસે હરકતમાં આવી અને મકાન માલિક પરેશ પટેલ વિરૂદ્ધ ગુંનો દાખલ કરી આરોપીને તેના જ ઘરે થી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news