અમદાવાદ(Ahmedabad): શહેરમાંથી હાલ એક હચમચાવી દેતા અકસ્માત (Accident)ના CCTV સામે આવ્યા છે. જેમાં બુધવારના રોજ સાંજના સમયે દાણાપીઠ વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવી રહેલી AMTS બસ બીઆરટીએસ લેનની રેલિંગ તોડી અને પેટ્રોલ પંપ સુધી પહોંચી ગઈ હતી. જોકે, સદનસીબે બસની આગળ રેલિંગ હોવાથી બસ રોકાઈ ગઈ હતી. જેને પગલે કોઈ જાનહાની થઈ નથી. તેમજ આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા CCTVમાં કેદ થઈ છે.
અકસ્માતમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી:
જાણવા મળ્યું છે કે, બુધવારના રોજ સાંજના સમયે AMTSની રૂટ નંબર 14ની બસ આઆસ્ટોડિયા સર્કલ તરફથી પુરપાટ ઝડપે આવી હતી. આ દરમિયાન શહેરના દાણાપીઠ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસની સામે અચાનક જ બસના ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યું હતું. જેને પગલે બસ રેલિંગ તોડી ડાબી તરફના રોડ પર જતી રહી હતી અને સીધા પેટ્રોલ પંપ સુધી પહોંચી ગઈ હતી.
View this post on Instagram
સદનસીબે રીક્ષા ચાલકોનો તેમાં બચાવ:
આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા CCTV માં કેદ થઈ ગઈ છે. જોકે, બસની આગળના ભાગે રેલીગના ટુકડા આવી ગયા હતા જેથી બસ રોકાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. તેમજ બસનો અકસ્માત થયો ત્યારે આગળ એક રીક્ષા જતી હતી. જોકે, સદનસીબે રીક્ષા ચાલકોનો તેમાં બચાવ થયો છે.
બાઈક ચાલકને બચાવવા જતા અકસ્માત સર્જાયો:
ત્યારે આ અંગે AMTSના ટ્રાન્સપોર્ટ મેનેજર આર એલ પાંડએ જણાવ્યું હતું કે, આજે સાંજે જે અકસ્માત સર્જાયો તેમાં સામેથી બીઆરટીએસ ટ્રેકમાં બાઈક ચાલક આવ્યો હતો અને તેને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો છે. જોકે, આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.