અમદાવાદ સિવિલમાં કલાકો સુધી ડૉક્ટર ન આવતા 11 માસના બાળકનું મોત- સ્ટાફે ઉડાઉ જવાબ આપ્યાનો આક્ષેપ

Published on Trishul News at 10:32 AM, Thu, 9 November 2023

Last modified on November 9th, 2023 at 10:33 AM

Ahmedabad Civil Hospital News: અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના ડોકટરોની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર, સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital News) કલાકો સુધી ડોક્ટર ન આવતા બાળકનું મોત થયું હોવાનો ગંભીર આક્ષેપ થતાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક વિગતો અનુસાર કલાકો સુધી સારવાર ન મળતા જૂનાગઢના 11 મહિનાના બાળકનું મોત નીપજ્યું છે.

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે રોજના હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. જોકે અમુક વાર અનેક હોસ્પિટલમાં ડોકટરોની બેદરકારીને કારણે દર્દીની મોત પણ થતું હોય છે. આવી જ એક ઘટના અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં બની રહી છે. વિગતો અનુસાર જૂનાગઢના 11 માસના બાળકને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જોકે સમયસર તેને સારવાર નહીં મળવાના કારણે બાળકનું મોત થયાનો ગંભીર આરોપો લાગવામાં આવ્યા છે.

તબીબની બેદરકારીના કારણે બાળકનું મોત
માહિતી અનુસાર જુનાગઢના આ બાળકને ઓપરેશન કર્યા પછી બાળકને સખત તાવ રહેતો હતો. ત્યારપછી બાળકને શુક્રાણું કોથળીના ઈલાજ માટે લવાયો હતો. જોકે સિવિલ હોસ્પિટલમાં કલાકો સુધી ડોકટરો ન આવતા સારવાર ન મળવાના કારણે બાળકનું મોત થયું હોવાનો આક્ષેપ થયો છે. આ તરફ હવે સમગ્ર મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.

Be the first to comment on "અમદાવાદ સિવિલમાં કલાકો સુધી ડૉક્ટર ન આવતા 11 માસના બાળકનું મોત- સ્ટાફે ઉડાઉ જવાબ આપ્યાનો આક્ષેપ"

Leave a comment

Your email address will not be published.


*