અમદાવાદ-બગોદરા હાઈવે થયો લોહીલુહાણ: મિત્રો સાથે રાત્રે જમવા નીકળેલા 4 મિત્રોને નડ્યો અકસ્માત- 2ના મોત, 2 ઘાયલ

Ahmedabad-Bagodara Highway Accident: અમદાવાદમાં ફરી એકવાર ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર,રાત્રે ચાર મિત્રો કાર લઈને જમવા નીકળ્યા પછી અકસ્માત સર્જાતાં બે યુવકના મોત થયા છે. વિગતો અનુસાર કારને અજાણ્યા વાહને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. અન્ય વાહનની ટક્કરથી સર્જાયેલ આ અકસ્માત એટલો ભયંકર હતો કે બે યુવકોના તો ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. અને બીજી તરફ અન્ય બે યુવકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદ-બગોદરા હાઇવે (Ahmedabad-Bagodara Highway Accident) પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ગઈકાલે રાત્રિના સમયે બગોદરા હાઇવે પર આવેલી રોયકા ચોકડી પર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારને અજાણ્યા વાહને અડફેટે લેતા અકસ્માત થતાં 2 યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. અને બીજી તરફ અકસ્માતમાં અન્ય 2 યુવકો ઈજાગ્રસ્ત થતાં એકને સોલા સિવિલ અને એકને બાવળા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

રાત્રે જમવા નીકળ્યા અને મળ્યું મોત
મળતી માહિતી અનુસાર, મૂળ બાવળા ગ્રામ્ય વિસ્તારના રહેવાસી ચાર મિત્રો કાર લઈને રાત્રિના સમયે જમવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા વાહનને તેમની કારને અડફેટે લીધી હતી. જેમાં ગંભીર ઇજાઓને કારણે બે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જોકે અન્ય બે યુવકોને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ તરફ ઘટનાને લઈ બગોદરા પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *