અમદાવાદમાં બની દિવાળી સ્પેશીયલ “24 કેરેટ સોના” ની મીઠાઈ, એક કિલોના ભાવ જાણી તમે પણ હેરાન થઇ જશો

Special sweets for Diwali: આ વર્ષે દિવાળી તારીખ 12 નવેમ્બર 2023, રવિવારના રોજ ઉજવવામાં આવી રહી છે. દિવાળીના દિવસે ધનની દેવી મા લક્ષ્મી અને ગણેશજી અને કુબેરજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. દિવાળીના તહેવારમાં મીઠાઈનું અનેરૂ મહત્વ પણ છે. ત્યારે અમદાવાદમાં પ્રથમ વખત દિવાળી(Special sweets for Diwali) સ્પેશિયલ સોનાની મીઠાઈ બનાવવામાં આવી રહી છે. આ મીઠાઈ પર સોનાનો વરખ ચઢાવવામાં આવી રહ્યો છે.

દિવાળી પહેલા અમદાવાદમાં મીઠાઈઓમાં અવનવા ટ્રેન્ડ શરૂ થઈ ગયા છે. સુરત બાદ હવે અમદાવાદમાં મોંઘીદાટ મીઠાઈનો ટ્રેન્ડ પણ ખુબ વધ્યો છે. સિંધુભવન સ્થિત ગ્વાલિયા ભોગ તરફથી આ મીઠાઇ તૈયાર કરવામાં આવી છે. ગ્વાલિયા ભોગ તરફથી તૈયાર કરવામાં આવેલી આ મીઠાઇનો ભાવ 22 હજાર 200 રૂપિયે પ્રતિ કિલો રાખવામાં આવ્યો છે. ગોલ્ડ કોઈનના આકારમાં બનેલી આ મીઠાઈનું નામ છે પિસ્તા ક્રેઈનબેરી સ્વર્ણમુદ્રા અને આલમંડ બ્લુબેરી સ્વર્ણમુદ્રા.

આ મીઠાઈઓ પિસ્તા અને બદામના ઉપયોગથી તૈયાર કરવામાં આવી રહી છે. તો ફ્લેવર અને સ્વાદ માટે ક્રેઈનબેરી અને બ્લુબેરીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મીઠાઈની આટલી કિંમત પાછળ મીઠાઈ પર લગાવવામાં આવેલો સોનાનો વરખ છે. 24 કેરેટ સોનામાંથી આ વરખ બનાવ્યો હોવાનો માનવામાં આવે છે. આ જ કારણે મીઠાઈનો ભાવ 22000 રૂપિયે કિલો રાખવામાં આવી રહ્યો છે.

દિવાળી પર ઘણી બધી મીઠાઈઓ અને વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. 5 દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં દરરોજ અલગ-અલગ પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવે છે અને લોકો તેને ખૂબ ખાય છે પરંતુ જે લોકો ડાયાબિટીસથી પીડિત છે તેઓ તેમના મનને કાબૂમાં રાખી શકતા નથી અને દિવાળી પર મીઠાઈઓ ખાવાથી તેમના બ્લડ શુગર લેવલ પણ ખુબ વધી જાય છે. દિવાળી પર મીઠાઈઓ ખાધા પછી પણ તમે તમારા ડાયાબિટીસને કેવી રીતે નિયંત્રણમાં રાખી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *