Karnataka News: કર્ણાટકમાં રહેતી 18 વર્ષની સમાયરા હુલ્લુરે ભારતનું નામ રોશન કર્યું છે. આ 18 વર્ષની દીકરીએ માત્ર પોતાની આવડી નાની ઉંમરમાં કોમર્શિયલ પાયલોટ (Karnataka News) લાઇસન્સ મેળવી લીધું છે. ત્યારે ચાલો જાણીએ તેની સફળતાની કહાની…
18 વર્ષની સમાયરા પાઇલોટ બનીને પોતાનું નામ બનાવ્યું
કર્ણાટકમાં વિજયપુરા શહેરની 18 વર્ષની સમાયરા હુલ્લુરે હવે પાઇલોટ બનીને પોતાનું નામ બનાવ્યું છે. કોમર્શિયલ પાયલોટ લાઇસન્સ (CPL) મેળવનાર તે સૌથી યુવા ભારતીય બની ગઈ છે. ઉદ્યોગપતિ અમીન હુલ્લુરની પુત્રી સમાયરાએ ખૂબ જ નાની ઉંમરે CPL મેળવીને ઉડ્ડયન ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી છે.
વિનોદ યાદવ એવિએશન એકેડમીમાં છ મહિનાના સઘન તાલીમ કાર્યક્રમથી સમાયરાની ઉડ્ડયન યાત્રા શરૂ થઈ હતી. એકેડમીના સ્થાપક વિનોદ યાદવ અને કેપ્ટન તપેશ કુમારના માર્ગદર્શન હેઠળ, તેણે તેના પ્રથમ પ્રયાસમાં જ CPLની તમામ પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરી.
200 કલાકનો ફ્લાઈંગ અનુભવ
સમાયરાએ કહ્યું, “તાલીમ સખત હતી, પરંતુ સતત સમર્થનથી તે સરળ બની ગયું. મારી સિદ્ધિનો તમામ શ્રેય કેપ્ટન તપેશ કુમાર અને વિનોદ યાદવના માર્ગદર્શન અને સમર્થનને જાય છે.” તેના પ્રશિક્ષણ પાસાં વિશે વિગતો આપતાં તેણે કહ્યું કે તેણે છ ફરજિયાત કોર્સ કર્યા છે, જેમાં નાનું વિમાન ઉડાવવાનો પણ સમાવેશ થાય છે. તેણે કહ્યું કે તેને 200 કલાકનો ફ્લાઈંગ અનુભવ પણ મળ્યો છે.
તેમણે કહ્યું કે વિજયપુરા માટે આ નવી વાત છે કારણ કે એકપણ છોકરી પરીક્ષા પાસ કરી નથી. “હું હવે દેશની સૌથી નાની કોમર્શિયલ પાઇલટ છું,” તેણીએ જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ સ્કૂલ અને લેખિત પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યા પછી, સમાયરા સાત મહિનાની ફ્લાઇટ તાલીમ માટે બારામતીમાં કાર્વર એવિએશન એકેડમીમાં ગઈ હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App