થોડા દિવસ અગાઉ અરુણાચલ પ્રદેશ માં દુર્ઘટનાનો શિકાર બનેલા યુવાસેના ના વિમાન AN- 32માં સવાર 13 લોકોમાંથી 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે બાકીના 7 લોકો ના પાર્થિવ અવશેષો મળી આવ્યા છે. જો આજે હવામાન અનુકુળ હશે તો 6 લોકોના મૃતદેહ અને બાકીના અવશેષ જોરહાટ લાવી શકાશે.
તમને જણાવીએ કે આ વિમાન ૩ જૂને આસામના જોરહટ માં મેંચુકા એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ માટે ઉડીયું હતું. પરંતુ એક વાગે આ વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ આ વિમાન ની કોઇ ખબર મળી ન હતી. આ વિમાનમાં પાયલોટ સહિત કુલ 13 લોકો સવાર હતા.
ગઈ 11 જૂન વાયુસેનાના હેલિકોપ્ટર એમ આઇ17 અે અરુણાચલના સિન્યાંગ ના 12000 ફૂટ ઊંચા પર્વત શ્રેણી ઉપર તેનો પત્તો મળ્યો હતો. બીજા દિવસે હેલિકોપ્ટરથી 19 લોકોની ટીમ અહીં પહોંચી હતી.પરંતુ ઉચી પર્વત શ્રેણીઓ, ગાઢ જંગલ અને ખરાબ હવામાનને કારણે મૃતદેહ શોધવા અને પરત લાવવામાં ઘણો સમય લાગ્યો હતો.
બચાવ અભિયાનના એક અધિકારીએ જણાવ્યુ કે, ખરાબ હવામાનને કારણે ગત ત્રણ દિવસોમાં એમ.આઈ 17,ચીતા અને એ.એલ.એચ સહિત કોઈપણ હેલિકોપ્ટર આ ઘટના સ્થળે ઉતરવામાં સફળ રહ્યું હતું. તેમણે બતાવ્યું કે એક ટીમ દુર્ઘટના સ્થળે ચાલીને પહોંચી હતી.
આ ટીમમાં વાયુસેનાના ગરૂડ કમાન્ડો, ભારતીય સેના ના વિશેષ દળ, નાગરિક પોર્ટર અને શિકારી સામેલ છે. રાહત અને બચાવ દળે રશિયન બનાવટના વિમાનનું કોકપિટ રેકોર્ડર તથા ટેક ઓફ ડેટા રેકોર્ડર શુક્રવારે ઘટનાસ્થળેથી મેળવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.