સુરતમાં સોમવારે સાંજે 8 વર્ષના બાળકનું પડોશી દ્વારા ચોકલેટની લાલચે અપહરણ કરવામાં આવ્યું હતું. પરિવારના સભ્યોએ શોધખોળ કરી છતાં બાળક ન મળતા આખરે પોલીસમાં ફરિયાદ કરી હતી. બાળકની માતા કામે ગઈ અને પિતા ઘરે હતા. પરંતુ કોઈ કામ માટે થોડા સમય માટે બહાર ગયા ત્યારે તેનું અપહરણ થયું હતું.
આ ઘટનાની જાણ થતા પોલીસે ટીમો બનાવી બાળકને શોધવા કામે લાગી હતી. બાળકનું જે જગ્યા પરથી અપહરણ થયું તેની આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ કરી જેમાં બાળક પાછળ ચાલે છે અને તેની આગળ એક પડોશી ચાલતો દેખાય છે. પછી પોલીસે 250 મીટર આગળના સીસીટીવી કેમેરા ચેક કર્યા જેમાં પડોશી બાળકને લઈને જતો દેખાય છે. આથી પોલીસ દ્વારા પડોશીની તપાસ શરૂ કરવામાં આવી હતી.
પડોશી સાથે રૂમમાં 3 જણા રહેતા હતા. જેની પાસેથી પોલીસને આરોપીનો મોબાઇલ નંબર પ્રાપ્ત થયો હતો. આરોપી રૂમમાં રહેતા એક મિત્રનો મોબાઇલ લઈને ભાગી ગયો હતો. પોલીસે મોબાઇલ ટ્રેસ કરતા લોકેશન ભુસાવળ આવતું હતું. સુરત સચીન જીઆઇડીસી પોલીસે ભુસાવળ આરપીએફની મદદ લઈ ટ્રેનમાંથી બાળકને મુક્ત કરાવી અપહરણકર્તા પડોશીને પકડી પાડયો હતો.
ત્યારબાદ મોડીરાત્રે પડોશીને સુરત લાવવા પોલીસની ટીમ રવાના થઈ છે. આ ઉપરાંત પકડાયેલા પડોશીનું નામ રાઘવેન્દ્ર હોવાની વાત છે. તે 10 દિવસ પહેલા બાળકના ઘરની નજીક રહેવા માટે આવ્યો હતો. જોકે બાળકનું અપહરણ કયાં કારણોથી કરવામાં આવ્યું તે અંગે પોલીસને કોઈ જાણકારી થઇ ન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle