8 વર્ષની બાળકી વૃદ્ધ થઈ મૃત્યુ પામી… આ તે વળી કેવી બીમારી?

આશ્ચર્ય પમાડે તેવું છે ને. જ્યારે તમે આ સાંભળો કે કોઈ બાળકી ફક્ત આઠ વર્ષની છે અને તે વૃદ્ધ થઈ ચૂકી છે. તેની ઉંમર પૂરી થઈ ગઈ છે અને તેનું મૃત્યુ થઈ જાય છે. આવું જ થયું છે યુક્રેનમાં. અહીંયા એક આઠ વર્ષની બાળકી બાળપણમાં જ વૃદ્ધ થઈ ગઈ અને તેનું નિધન થઈ ગયું.

આ બાળકીનું નામ છે અન્ના સા.આ માસૂમ બાળકીની ઉંમર ફક્ત આઠ વર્ષની જ હતી પરંતુ તેને એક એવી બીમારી જકડી લીધી જેનાથી તે વૃદ્ધ થઈ ગઈ. એટલી વૃદ્ધ કે તેની ઉંમર પૂરી થઈ ગઈ. અન્ના સાકીડોન આ બીમારીથી મરનાર દુનિયાની સૌથી યુવાન છે.

આ બીમારીનું નામ છે પ્રોજેરિયા. આ દુર્લભ જેનેટીક બિમારીથી શરીરનાં તમામ અંગો ધીમે ધીમે વૃદ્ધ થવા લાગે છે. છેલ્લે તમામ અંગો કામ કરવાનું બંધ કરી દે છે. આ બીમારી વિશે બોલીવુડ ફિલ્મ પા માં જણાવવામાં આવ્યું છે. તેમાં અમિતાભ બચ્ચને પ્રોજેરિયા પીડિત બાળક નો રોલ કર્યો હતો.

પ્રોજેરિયાથી આ સમયે દુનિયામાં ફક્ત 160 લોકો બીમાર છે.અન્ના સાકીડોન મૃત્યુ તો ફક્ત 8 વર્ષની ઉંમરમાં જ થયું છે. પરંતુ પ્રોજેરિયાના કારણે તેની ઉંમર લગભગ 80 વર્ષની થઇ ચૂકી છે. તેનું વજન 8 કિલોગ્રામ થઈ ગયું છે. અંતમાં તેના તમામ અંગો એ કામ કરવાનું બંધ કરી દીધું હતું.

અન્ના સાકીડોનની માતા ઈવાનાએ કહ્યું કે હું મારી બાળકીને ખોઇ ચૂકી છું. હું તેના માટે કંઈ પણ કરવા તૈયાર હતી. પરંતુ હું તેને બચાવી ન શકી.

અન્ના સાકીડોનનો ઈલાજ કરનાર ડોક્ટર નાદેહદા કૈટામેન નું કહેવું છે કે અન્ના સાકીડોન એક સારી બાળકી હતી. તેનો ઈલાજ બાળપણથી જ વોલીન ચિલ્ડ્રન મેડિકલ કોમ્પલેક્સમાં ચાલી રહ્યો હતો. અમે તેને બચાવી ન શક્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *