Accident in Liliya: અમરેલી જિલ્લામાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઇક ચાલકએ જીવ ગુમાવ્યો છે.અમરેલી જિલ્લાના લીલીયા(Accident in Liliya) રેલવે સ્ટેશન નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકચાલકનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે આ મામલે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
બાઈકચાલકનું ઘટના સ્થળ પર જ મોત
લીલીયા રેલવે સ્ટેશન નજીક ટ્રક બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઇક ચાલક ગભરૂભાઈ શીંગાળાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતા લોહી મોટા પ્રમાણમાં બહાર નીકળતા બનાવ સ્થળે જ બાઇક ચાલકએ જીવ ગુમાવી દેતા મૃતકની લાશ પી.એમ માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતા પરિવારજનો પણ દોડી આવ્યા હતા અને શોકમય માહોલ સર્જાયો હતો.
લીલીયા પોલીસે તપાસ હાથ ધરી
લીલીયા પોલીસ ઘટનાસ્થળે સ્થળે દોડી વાહનો કબજે લેવા માટેની અને અકસ્માતનો ગુનો નોંધવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તેને પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. અલગ અલગ અકસ્માતની ઘટનામાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ અગાઉ રાજકોટમાં ખાડાને કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો. આજી ડેમથી કોઠારિયા ચોકડી તરફ જવાના પુલ પર ખાડાના કારણે અકસ્માત થયો હતો. જેમા યુવકનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. આ તરફ ભાવનગરમાં જેલમાં કાચા કામના કેદીનું મોત થયુ હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube