ગોંડલમાં ત્રિપલ અકસ્માત- છકડો, રીક્ષા અને બાઈક વચ્ચે ટક્કર થતા એકનું ઘટનાસ્થળે જ મોત

ગોંડલ(ગુજરાત): રાજ્યમાં અવાર નવાર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે, આ અકસ્માત(Accident)ની ઘટના દરમિયાન અનેક લોકોના મૃત્યુ થાય છે. થોડી પણ બેદરકારી પોતાના જીવને તો જોખમમાં મુકે છે સાથે અન્ય નિર્દોષ લોકોને પણ આનો ભોગ બનવું પડે છે. ત્યારે યમરાજાએ પડાવ નાખ્યો હોય તેમ આજે ગોંડલ(Gondal) નજીક દેવચડી શિવરાજગઢ રોડ(Devchadi Shivrajgarh Road) ઉપર છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા દેવચડીના બાઈક ચાલક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, તાલુકાના દેવચડી ગામે રહેતા મૃતક નરેન્દ્ર શંભુભાઇ ઘોણીયા સવારે બાઇક પર પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી આવતી રીક્ષાએ તેમને ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં બીટ જમાદાર ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે ગ્રામજનોએ જણાવ્યું કે, મૃતક નરેન્દ્રભાઈ અપરિણીત હતા. તે બે ભાઈઓમાં સૌથી નાનો હતો અને ખેતી કરીને પરિવારને પોતાનું ગુજરાન ચલાવવામાં મદદ કરતો હતો. આ અકસ્માત બાદ નાના દેવચડી ગામમાં શોકનો માહોલ છવાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *