હાથ-પગ વગર જ જન્મેલી આ બાળકીને દેવદૂત બની અમદાવાદ સિવિલના ડોકટરોએ આપ્યા ચમત્કારી પગ

એવા તો ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં બાળકને એક હાથ(Hands) અથવા તો એક પગ(Legs) ન હોય, પરંતુ આ એક એવી બાળકીની કહાની છે, જેમાં તેને જન્મથી જ બંને હાથ અને બંને પગ નથી. આવા કન્જનાઈટલ લીંબ ડેફિશિયન્સી સાથે લાખે એક બાળકનો જન્મ થતો હોય છે. બગોદરા (Bagodra)ની 11 વર્ષીય વિધાતા ગોસ્વામી સમજણી થઈ ત્યારથી જમીન ઉપર ઢસડાઈને એકથી બીજી જગ્યા ઉપર જતી હતી. ખાસ કરીને જાહેર શૌચાલયમાં જવું તેના માટે ખુબ જ મુશ્કેલ હતું.

મારે ચાલતા સ્કૂલે જવું છે : વિધાતા
આ 11 વર્ષીય વિધાતાને ભણવાનો તેમજ શાળાએ જવાનો ખુબ જ શોખ છે. તે ભણવામાં તેજસ્વી પણ છે. પરંતુ ખોડના કારણે તેનું ધ્યાન હંમેશા વિકલાંગતા ઉપર જતું હતું. સિવિલ હોસ્પિટલની સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટના ડૉક્ટરો તેના માટે દેવદૂત સમાન બન્યા છે. ડૉક્ટરોએ વિધાતાને એવા યુનિક પગ બનાવી આપ્યા છે જેના કારણે તે એક મહિનામાં જ પગે ચાલી શકશે. વિધાતાનું એક માત્ર મોટુ સપનું ચાલતા સ્કૂલે જવાનું છે.

ડૉક્ટરોએ પગ બનાવી વિધાતાનું સપનું સાકાર કર્યું:
ડૉક્ટરોએ 23 એપ્રિલે વિધાતાને પગ બનાવીને આપ્યા છે ત્યારથી તે ચાલવા માટે ઉતાવળી બની છે. વિધાતા કહે છે કે, ચાલવાની મારી પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ હું ચોટીલા ચામુંડા માંના પગે લાગવા હું ચાલીને જઈશ. આવતા જન્મમાં વિકલાંગતા ના આવે તે માટે મારે કથાકાર બનવું છે અને ભગવાન શિવની આરાધના કરવી છે.

ઘણું ચેલેન્જિંગ કામ હતું: ડોક્ટર
ડોકટરના જણાવ્યા મુજબ, 11 વર્ષના મેડિકલ પ્રેક્ટિસમાં આવો પ્રથમ કેસ જોયો છે જેમાં દર્દીને જન્મતાની સાથે જ બંને હાથ અને બંને પગ વિકસ્યા જ નથી. બાળકીની ઉંમર નાની હતી અને તેના પિતાએ સર્જરી કરવાની પરવાનગી આપી ન હતી. એવી સ્થિતિમાં બાળકીને ચાલતી કરવી ચેલેન્જિંગ હતું. બાળકીએ ચલાવાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ડૉક્ટરે કહ્યું કે, હાલ વિધાતાની ઉંચાઈ 1.5 ફૂટ છે અને 2.5 ફૂટના પગ પહેરાવ્યા બાદ તે ઊભી થશે ત્યારે તેની ઉંચાઈ 4 ફૂટ થશે. સમયાંતરે લીંબની ઉંચાઈમાં ફેરફાર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *