માતેલા સાંઢની જેમ આવી રહેલા ટ્રકે કારને ટક્કર મારતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત; એક યુવકનું ઘટના સ્થળે જ મોત

Surat Accident: કામરેજનાં ઘલા-કરઝણ રોડ પરથી પસાર થઇ રહેલી કારને પુરપાટ આવેલા ટ્રકચાલકે અડફેટે લેતા અકસ્માતની ઘટના સર્જાઈ હતી.જેના કારણે સુરત પુણા ગામનાં યુવકનું(Surat Accident) ગંભીર ઇજા સાથે ઘટના સ્થળે મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

એક વ્યક્તિને ગંભીર ઇજા થતા ઘટનાસ્થળ પર જ મોત
આંબોલી સુરતના પુણા વિસ્તારમાં રહેતા રાકેશ બાબુભાઈ સાવલિયા અમરોલી રહેતા પ્રવીણ કરમશીભાઈ શેલીયા સાથે કાર ( GJ 05J Q-8773)માં કરજણના કેસ્ટીલો વીલા ફાર્મ હાઉસમાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે કરજણ ગામની સીમમાં ટ્રક નંબર GJ05AT-2808 ના ચાલકે પૂરઝડપે ગફલત ભરી હંકારી ફોર વ્હીલને અડફેટે લેતાં ફોર વ્હીલનો ખુડદો વળી ગયો હતો.

અકસ્માતના પગલે માથાના ભાગે ગંભીર રીતે ઘવાયેલાં રાકેશ બાબુભાઈ સાવલિયાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.જ્યારે પ્રવીણ શેલીયાને કામરેજની હોસ્પીટલમાં દાખલ કરાયા છે. ઘટના અંગે કામરેજ પોલીસ મથકે ટ્રક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો
આ અકસ્માતની ઘટનામાં પાછળથી પુરપાટ માતેલા સાંઢની જેમ આવી રહેલા ટ્રક નં.GJ-5-AT- 2808ના ચાલકે પોતાનાં કબ્જાની ટ્રક ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દઇ આગળ ચાલી રહેલ કારને અડફેટમાં લઇ અકસ્માત સર્જી ચાલક ટ્રક મુકી ફરાર થઇ ગયો હતો.

જોકે સદર અકસ્માતની ઘટનામાં કારમાં સવાર રાકેશ સાંવલીયાને માથાનાં તેમજ શરીરનાં વિવિધ ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત થતા લોકો દોડી આવ્યા હતા.જે બાદ આ સમગ્ર અકસ્માત અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ઘાયલને સારવાર અર્થે ખસેડ્યો હતો.તેમજ મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.

ગઈકાલે જામનગરમાંથી અકસ્માતની ઘટના સામે આવી
આ અગાઉ ગઈકાલે જામનગરમાં સિક્કા-સરમત વિસ્તારમાં રહેતો એક પરિવાર બોલેરોમાં લગ્નનો ચાંદલો લઈને બોટાદ જઈ રહ્યો હતો, દરમિયાન વહેલી સવારે ફલ્લાની ગોલાઈ પાસે અકસ્માત નડ્યો હતો અને બોલેરો પલટી મારી જતા તેમાં બેઠેલા 11 વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી. જે પૈકી 1 જાનૈયાનું મૃત્યુ નીપજ્યું હતું.