અમદાવાદમાં SG હાઇવે પર સર્જાયો ભયંકર અકસ્માત- કાર સાથે આખલો અથડાતા ઘટના સ્થળે જ મોત

Published on Trishul News at 6:14 PM, Tue, 8 August 2023

Last modified on August 8th, 2023 at 6:15 PM

Accident on SG Highway in Ahmedabad: રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે હાલમાં જ અમદાવાદમાં પણ વધુ એક અકસ્માતની ઘટના બની છે. અમદાવાદના સરખેજ-ગાંધીનગર (એસ.જી) હાઇવે પર રાત્રે ફરી એક વખત અકસ્માત(Accident on SG Highway) સર્જાયો છે. જેમાં ગોતા બ્રિજ પર કાર સાથે આખલો અથડાતા કારના બોનેટનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. દરમિયાન લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું. પરંતુ લોહીલુહાણ કારસવાર શખસે કારમાંથી બહાર નીકળતા પહેલાં કાર આગળ અને પછી રિવર્સ લીધી હતી. બીજી તરફ આખલો ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો.

મળતી માહિતી અનુસાર, રાત્રે 9: 20 વાગ્યા આસપાસ અમદાવાદથી ગાંધીનગર તરફના રસ્તે ગોતા બ્રિજ ઊતરતા જ વધુ એક કાર (GJ 01 KJ 0668) ને અકસ્માત નડ્યો હતો. કાર ગોતા બ્રિજ ઊતરી રહી હતી ત્યારે અચાનક જ સામે આખલો આવી ગયો હતો. જેથી કારે આખલાને એટલી જોરથી ટક્કર મારી હતી કે આખલો ઊછળીને પહેલા કારના બોનટ પર પટકાયો હતો અને ત્યાર બાદ રોડ પર પડતા જ તરફડિયા મારીને ગણતરીની મિનિટોમાં જ મોતને ભેટ્યો હતો.

કારને અકસ્માત સર્જાતા તેના બોનેટનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારની વિન્ડશિલ્ડના કાચ કારચાલકને વાગ્યા હતા. જેથી તે લોહીલુહાણ થઇ ગયો હતો. અકસ્માતને પગલે ત્યાંથી પસાર થઇ રહેલા વાહનચાલકો ઊભા રહી ગયા હતા અને ઇજાગ્રસ્ત કારચાલકને મદદ માટે આવ્યા હતા. જો કે કારચાલક કારમાંથી બહાર નીકળી રહ્યો ન હતો અને કારમાં જ બેસી રહ્યો હતો.

જ્યારે મદદે આવેલા લોકોએ કારચાલકને કહ્યું કે, બહાર નીકળી જાવ તો કારચાલકે બહાર નીકળવાના બદલે લોકોનું ટોળું ઊભું હોવા છતાં પહેલા કાર આગળ દસ ફૂટ ચલાવી પણ કારને નુકસાન થયું હોવાથી તે વધુ આગળ જઇ શકે તેમ ન હતી અને આગળ મૃત આખલો પણ પડેલો હતો. જેથી લોકોએ બૂમો પાડી હતી કે કાર આગળ નહીં જાય તમે નીચે ઊતરી જાવ. તો કારચાલકે કાર રિવર્સમાં લીધી હતી.

Be the first to comment on "અમદાવાદમાં SG હાઇવે પર સર્જાયો ભયંકર અકસ્માત- કાર સાથે આખલો અથડાતા ઘટના સ્થળે જ મોત"

Leave a comment

Your email address will not be published.


*