Video/ કીર્તિ પટેલે OYO રૂમમાં પાડી રેડ, જ્યાં AAPના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ કરી હતી પ્રેમલીલા

Kirti Patel raided OYO room: ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અવાર-નવાર ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે હાલમાં ફરીએક વાર કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર એક વિડીયો…

Kirti Patel raided OYO room: ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અવાર-નવાર ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે હાલમાં ફરીએક વાર કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર એક વિડીયો અપલોડ કર્યો છે, જે ખુબ જ વાઈરલ થઇ રહ્યો છે. થોડા દિવસ પહેલા ચર્ચાનો વિષય બનેલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીને લઈને વિડીયો બનાવ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી OYO રૂમમાં અજાણી મહિલા સાથે હતો ત્યાં કીર્તિ પટેલ પહોચી ગઈ હતી (Kirti Patel raided OYO room)અને એક વિડિયો બનાવ્યો છે.

કીર્તિ પટેલ આ વીડિયોમાં સૌપ્રથમ રસ્તો બતાવ્યો છે અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપત ભાયાણીને અનેક મેણા-ટોણા મારે છે. ત્યાર બાદ કીર્તિ પટેલ હોટલ પહોચી ત્યારે સૌ પ્રથમ કીર્તિ પટેલ ત્યાં બેઠેલા એક વ્યક્તિ પાસે હોટલનું રજીસ્ટર માંગે છે અને પાનકાર્ડ પર હોટલ રૂમ આપ્યો હોવાની વાત પર સવાલ કરતી જોવા મળી રહી છે. ત્યાર બાદ કીર્તિ પટેલ ભુપત ભાયાણી મહિલા સાથે જે રૂમમાં ગયો હતો તે રૂમમાં જાય છે અને તેનો વિડીયો બનાવે છે.

અત્રે ઉલેખનીય છે કે, આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ વાઈરલ થયા હતા. જેમાં સીસીટીવી માં સ્પષ્ટ જોઈ શકાય છે કે, 8 જૂન 2023 ના રોજ સવારે 10:25 કલાકે સૂરજ હોટલમાં પ્રવેશ કરેલા ભુપત ભાયાણીએ રજીસ્ટરમાં એન્ટ્રી કરી છે અને યુવતીએ પણ પોતાની મરજીથી હોટલમાં આવી હોય તેવી રીતે સહી કરી હતી. દોઢ મિનિટની અંદર ભુપત ભાયાણી ને રિસેપ્શન પર નો માણસ એક રૂમમાં મોકલે છે.

જ્યારે પતિ હોટલ પર પહોંચે છે અને દરવાજે પહોંચીને વિડીયો શરૂ કરીને બોલાવે છે, ત્યારે ભુપત પોતાની પોલ ખુલી ન જાય તેના માટે મોઢે રૂમાલ બાંધીને 11 વાગ્યે અને 12 મિનિટે મોઢે રૂમાલ બાંધીને ભાગે છે અને પાછળ પાછળ યુવતી પણ મોઢે દુપટ્ટો બાંધીને ભાગતી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *