Anjar Accident: અંજારના ભુવડ વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મુંદ્રાના યુવાનોની કારને અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારતા એક યુવાનનું(Anjar Accident) ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે અન્ય બે યુવાનોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
કારનો કુરચો વળી ગયો
અકસ્માત અંગે મળતી માહિતી મુજબ આજે મુન્દ્રાના સમાગોગા ગામમાં રહેતા ત્રણ મિત્રો વિશ્વરાજસિંહ અનિરુદ્ધ સિંહ જાડેજા (ઉંમર વર્ષ 23), મયુર સિંહ પ્રદીપસિંહ જાડેજા (ઉંમર વર્ષ 22) અને વિજયરાજસિહ જાડેજા (ઉંમર વર્ષ આશરે 32) મુન્દ્રાથી અમદાવાદ swift ગાડી (રજીસ્ટર નંબર GJ.12.cg.4401)માં લગ્ન પ્રસંગે જઈ રહ્યા હતા,
દરમિયાન અંજારના ભુવડ વિસ્તારમાં સુર્યા કંપની નજીક અચાનક અજાણ્યા ટ્રકચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.જે બાદ કારનો કુરચો વળી ગયો હતો.તેમજ આ અકસ્માતની ઘટનાના પગલે લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતું.જે બાદ આ ઘટના અંગે પોલીસ તથા 108ની ટીમને જાણ કરવામાં આવતા પોલીસ અને 108નો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો.અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવવામાં આવ્યા હતા.
એક યુવકનું મોત નીપજ્યું
અકસ્માતમાં વિશ્વરાજસિંહ જાડેજાનુ ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતું. જયારે અન્ય બે યુવાનોમાં મયુરસિંહ જાડેજાને માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા આદિપુરની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તથા વિજયરાજસિંહ જાડેજાને સામાન્ય ઇજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા અંજાર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
પરિવાર શોકમાં ગરકાવ
આ અકસ્માતમાં મૃતક યુવકના પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.તેમજ બેમાંથી એક મિત્રની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.હાલ પોલીસે આ મામલે ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App