એરપોર્ટની જગ્યાએ હાઈવે પર ઉતરી ગયું એર ઇન્ડિયાનું પ્લેન- આ વિડીયો જોઈને ચોંકી ઉઠશો

રવિવારે સવારે સોશિયલ મીડિયા(Social media) પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દિલ્હી એરપોર્ટ(Delhi Airport)ની બહાર દિલ્હી-ગુરુગ્રામ હાઈવે(Delhi-Gurugram Highway) પર એર ઈન્ડિયા(Air India)નું એક વિમાન ફૂટ ઓવરબ્રિજ નીચે અટવાયેલું જોવા મળ્યું હતું, જેનાથી લોકોને આશ્ચર્ય થયું કે પ્લેન ત્યાં કેવી રીતે પહોંચ્યું.

જોકે એરલાઇન્સે પુષ્ટિ કરી હતી કે તેમાં કોઇ દુર્ઘટના સામેલ નથી, પરંતુ વિમાન જૂનું, ઘસાઇ ગયેલું વિમાન હતું જે એર ઇન્ડિયા દ્વારા વેચવામાં આવ્યું હતું અને વિમાનના માલિક દ્વારા તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવી રહ્યું હતું.

એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “તે એક જૂનું, ઘસાઈ ગયેલું વિમાન છે જે અમે પહેલેથી જ વેચી દીધું છે. આમાં કોઈ પણ પ્રકારની ગભરાવવાની કે ચિંતા કરવાની વાત નથી આ વિમાન અન્યને વહેંચી દેવામાં આવ્યું છે.” વીડિયોમાં હાઇવેની એક બાજુથી વાહનો પસાર થતા જોઇ શકાય છે જ્યારે બીજી બાજુના વિમાનને કારણે લાંબી ટ્રાફિક જેવી સમસ્યા સર્જાય હોય તેવું દેખાઈ રહ્યું છે.

એરક્રાફ્ટનું મોઢું અને તેનો પાછળનો ભાગ પણ ફુટ ઓવરબ્રિજ નીચેથી પસાર થયા તે પહેલાનો અડધો ભાગ ફસાઈ ગયો. જ્યારે દિલ્હી એરપોર્ટના અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આ ઘટનામાં કોઈ વિમાન કે સક્રિય વિમાન સામેલ નથી.

આ વિમાન કોઈ દિલ્હી એરપોર્ટનું નથી અને વિડીયોમાં તમે જોઈ શકો છો કે, જેમાં વિમાનને આજુબાજુ માં કોઈ પાંખ પણ નથી અને તેમ જ તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવી રહ્યું છે. અધિકારીએ જણાવતા કહ્યું છે કે, 2019 માં આવી જ એક ઘટના ઘટી હતી જેમાં એક નકામા વિમાનને લઇ જતો ટ્રક પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં એક પુલ નીચે ફસાઇ ગયો હતો. જેમાં ડ્રાઇવર બ્રિજની ઊંચાઈને ચોક્કસપણે જાણી શકતો ન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *