અમરેલીના નવા એસપીની એક જાહેરાતથી સ્થાનિક ગુંડાઓ અને કામચોર પોલીસકર્મીઓમાં નિર્લિપ્ત રાય કરતા પણ વધુ ખૌફ ઉભો થયો

ગુજરાત(Gujarat): અમરેલી(Amreli) જિલ્લામાં નિર્લિપ્ત રાય(Nirlipat Rai) બાદ નવ નિયુક્ત થયેલા IPS અધિકારી હિમકરસિંહની નર્મદા જિલ્લાના એસપીમાંથી અમરેલી જિલ્લામાં એસપી તરીકે બદલી કરવામાં આવી છે. ત્યારબાદ પ્રથમ વાર તેમના દ્વારા અમરેલી એસપી કચેરીએ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને સાથે સાથે પત્રકારો સાથે ખાસ વાતચીતો કરવામાં આવી હતી.

અમરેલીમાં જિલ્લા એસપી હિમકર સિંહ(Amreli SP Himkar Singh) એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે અસામાજિક તત્વો અને સ્થાનિક ગુંડાઓને ચેતવણી આપી દીધી છે. પત્રકારો સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવતા કહ્યું હતું કે, લુખ્ખા તત્વો, ખનીજ માફિયાને ડામવા માટે હું સતત ધ્યાન રાખીશ. વધુમાં તેમણે કહ્યું હતું કે, વ્યાજખોરો વિરૂદ્ધની ફરિયાદો મને આપી શકો છો, તેની વિરુદ્ધ કડકાઈથી પગલાં લેવામાં આવશે.

જનતાને મારી ઓફિસમાં જ્યારે આવવું હોય ત્યારે આવી શકે છે. હું જ્યાં સુધી ઓફિસમાં બેઠો છું ત્યાં સુધી સામાન્ય જનતાને મળતો રહીશ. જ્યારે અસામાજિક તત્વો, બુટલેગરો ગેમ્બલરો સામે પાસા તડીપાર સુધીની કડકમાં કડકડ કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે પોલીસ સારી કામગીરી કરશે તો તેમને પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવશે.

પોલીસ અધિકારીઓને 11 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે:
એસપી હિમકર સિંહે વધુમાં જણાવતા કહ્યું હતું કે, જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે, રાતે 11 વાગ્યા સુધી તમામ પોલીસકર્મીઓને પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે અને 100 નંબરની કોઈ ફરિયાદ આવે તે સીધી મારી પાસે આવે અને તેમાં શું પ્રોબ્લેમ હતો અને શું બનાવ હતો તેનો રિવ્યુ હું ખુદ જ લઈશ. આ દરમિયાન જો કોઈ પોલીસ ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલા હશે અથવા ખરાબ કાર્ય કરશે તો તેમની સામે પણ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સૌથી વધારે શેત્રુંજી નદીમાં રેતી ચોરી થતી હોવાની ફરિયાદો સતત મળતી હોવાને કારણે આ મામલે એસપી હિમકર સિંહે કહ્યું હતું કે, અહીં હવે ખનન થશે નહિ. વધુમાં તેમણે કહ્યું છે કે, ખાસ કરીને શેત્રુંજી નદીના પટ વિસ્તારના ગામડાઓમાં પોલીસનું વધુમાં વધુ પેટ્રોલિંગ રાખવામાં આવશે, જેથી ભૂ માફિયાઓ દ્વારા રેતી ચોરી ન થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *