સુરતમાં ખેલાયો ખૂની ખેલ: જીવલેણ હુમલાના આરોપીએ ચાકુના ઘા ઝીંકી કરી કરપીણ હત્યા, જુઓ લાઈવ દ્રશ્યો

રાજ્યમાં અવાર-નવાર ખૂની ખેલ (Murder) ખેલતા રહે છે. તેમાં પણ મોટા ભાગે સુરતમાંથી (Surat) આવી ઘટના સામે આવે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સામે આવી છે. લાજપોર જેલમાંથી સોમવારે જામીન પર છૂટી માથાભારે મિતેશ કંથારીયાએ તેના સાગરિત સંદીપ સાથે મળી જહાંગીરપુરા આવાસમાં રહેતા માથાભારે કપિલ રાઠોડ પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો.

પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી
જોકે, સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં (CCTV of murder in surat) કેદ થતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. આવાસની બહાર જ હુમલો કરતા કપિલ અને તેના સાગરિતોએ વળતો પ્રહાર કરી દીધો હતો. જેમાં ટોળાએ મિતેશ અને તેના મિત્ર સંદીપના હાથમાંથી ચપ્પુ છીનવી જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં મિતેશ અને સંદીપની હાલત કટોકટ છે. આ લોહીયાળ ઘટનાને પગલે જહાંગીરપુરા પોલીસ દોડી આવી હતી. હાલમાં મિતેશ,સંદીપ અને કપિલ ત્રણેય હોસ્પિટલમાં એડમિટ છે.

જહાંગીરપુરા આવાસમાં અસામાજિક તત્વોનો આંતક વધી ગયો
મળતી માહિતી અનુસાર, થોડા દિવસો પહેલા કપિલ અને મિતેશનો જુની અદાવતમાં ઝઘડો થયો હતો અને તેમાં મિતેશએ કપિલને ચપ્પુ મારી દીધું હતું. જેમાં મિતેશ લાજપોર જેલમાં ગયો હતો. 16 તારીખની ઘટનામાં પોલીસે બંનેવ આરોપી ઝડપી પાડ્યા બાદ આજે આ બંનેવ આરોપી જમીન પર છૂટ્યાં હતા અને આજે પોતાના ઘરે  જતા હતા ત્યારે જેમના પર હુમલો કરવામાં આવ્યો તે ઈસમો દ્વારા આજે બપોરના સમયે હુમલો કરવામાં આવ્યો હતો. મિતેશ નશીલા પદાર્થોનું સેવન પણ કરે છે અને તેમાં અગાઉ ઝઘડો થયો હતો. કેટલાક સમયથી જહાંગીરપુરા આવાસમાં અસામાજિક તત્વોનો આંતક વધી ગયો છે, કેટલાક અસામાજિક તત્વો અડીંગો જમાવીને બેસી રહે છે. જેના કારણે આવાસમાં રહેતા લોકોને બહાર નીકળવામાં પણ ભય લાગે છે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ મળી આવ્યા છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ આવાસમાં જાહેરમાં આ લોહીયાળ જંગ ખેલાયો હતો. જે નજીકમાં આવેલી એક દુકાનના સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યો છે. બંને સામસામે થયેલા હુમલામાં ચપ્પુથી ઘા મરાયા હોવાનું સીસીટીવીમાં કેદ થઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *