વલસાડ(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક અકસ્માત સર્જાયો છે. જેમાં વલસાડ જિલ્લાના પારડી નજીક પાર નદીના પુલ પરથી આજે એક ઇકો કાર નીચે ખાબકી હતી. આ ઘટનામાં કારમાં સવાર ચાર વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ થઈ હતી. એટલે તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો.
ઘટનાને પગલે આસપાસના વિસ્તારના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી દરેકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર નીચે ખાબક્યા બાદ તેની હાલત જોઈને એવું લાગી રહ્યું હતું કે, તેમાં સવાર કોઈ પણ બચી શક્યું નહીં હોય.
જોકે, સદનસીબે કારમાં સવાર કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી નથી. આ દરેક લોકો જામનગર જઈ રહ્યા હોવાની માહિતી મળી છે. આ દરમિયાન, વલસાડ અને પારડીને જોડતા પાર નદીના પુલ પરથી આજે એક ઈકો કાર અચાનક જ નીચે ખાબકી હતી. કાર નીચે ખાબકી ત્યારે તેમાં ચાર લોકો સવાર હતા.
જાણવા મળ્યું છે કે, પારડીના પાર નદીના પુલ પર પહોંચતા જ કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેથી કાર પુલ પરથી નીચે ખાબકી હતી. કારની હાલત જોઈને લાગી રહ્યું હતું કે, અકસ્માતમાં કોઇ બચ્યું નહીં હોય. પરંતુ, કોઈ ચમત્કાર થયો હોય તેમ કારમાં સવાર લોકોને કોઈ ગંભીર ઇજા થઇ ન હતી.
ઘટનાની જાણ થતા જ નદી કિનારે આવેલા ચદ્રપુર ગામના લાઇફ સેવિંગ ગ્રુપના સભ્યો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસને જાણ થતાં જ પારડી પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. બાદમાં પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરીવામાં આવી હતી.
તપાસ કરતા કારમાં સવાર ચારેય લોકો સહિસલામત હોવાનું સામે આવ્યું હતું. પુલ પરથી નીચે ખાબક્યા બાદ કારનો જાણે કે કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અંદર ફસાયેલા લોકોને જેમ તેમ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી એક પણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી નથી. આ ઉપરાંત, તમામ લોકો સહિસલામત હોવાનું જાણીને બચાવદળના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.