લગ્નમાં ગયેલી 13 વર્ષની બાળકીને 3 યુવકો લઈ ગયા અને મંદિરની પાછળ આચર્યું દુષ્કર્મ

આજકાલ વધતા બળાત્કારના કિસ્સો દરમિયાન ફરીવાર વડોદરા જીલ્લાના દેસરના એક ગામમાં 13 વર્ષની માસુમ સાથે ત્રણ યુવકોએ ગેંગરેપ કર્યું હોવાની શરમજનક ઘટના સામે આવી છે.…

આજકાલ વધતા બળાત્કારના કિસ્સો દરમિયાન ફરીવાર વડોદરા જીલ્લાના દેસરના એક ગામમાં 13 વર્ષની માસુમ સાથે ત્રણ યુવકોએ ગેંગરેપ કર્યું હોવાની શરમજનક ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસે એક આરોપીની ઘરપકડ કરી છે અને બીજા બે ની શોધખોળ શરુ છે.

મળતી માહિતી મુજબ, દેસરના એક ગામમાં લગ્ન પ્રસંગ હતો. આઠમાં ધોરણમાં ભણતી 13 વર્ષની બાળકી પણ આ લગ્નમાં શામેલ હતી. રાત્રે 9 વગના અરસામાં જાન એક મંદિર નજીક પૂજા-અર્ચના માટે ઉભી રહી હતી. આ દરમિયાન આ બાળકી મંદિર પાસે બેઠી હતી.

આ દરમિયાન ગામમાં રહેતા ચિરાગ બાબુભાઈ માછી તેની પાસે ગયો અને મોઢું દબાવીને બાળકીને જડીમાં ઘસડીને લઈ ગયો. આ જાડીઓ પાસે ભુપેન્દ્ર કાન્તીભાઈ માછી અને પરેશ માછી પણ ત્યાં હતા. ત્રણેય હવસખોરોએ વારાફરતી આ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. મંદિર બહાર રહેલી જાનના બેન્ડ-બાજાના અવાજથી બાળકીનો અવાજ દબાઈ ગયો હતો.

જયારે ત્રણેય હવસખોરો દુષ્કર્મ આચરી રહ્યા હતા ત્યારે ત્યાં રહેલા છોકરાઓએ જાડીમાં કઈક હલનચલન થતા જોઈ હોબાળો મચાવ્યો અને લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. જેનાથી ડરીને ત્રણેય આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા. જોકે, આ દરમિયાન ગામના કેટલાક લોકોએ આ ત્રણેય શખ્સને ઓળખી લીધા હતા. ત્યારબાદ તાત્કાલિક બાળકોને હોસ્પીટલમાં લઈ જવામાં આવી હતી. જોકે આ ત્રણ યુવક ફરાર થઈ ગયા હતા. પરંતુ પોલીસે રાત્રે શોધખોળ શરુ કરી હતી અને એક ખેતરમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન અન્ય બે અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *