આણંદમાં હિંસક બનેલા રખડતા ઢોરે વૃદ્ધાને ઢીંકે ચડાવ્યા, જુઓ કેવી મહામુસીબતે છોડાવ્યા

અવાર-નવાર રખડતા ઢોરો (Cattle)ના આંતકના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. ત્યારે આવી વધુ એક ઘટના આણંદ(Anand) શહેરમાંથી સામે આવી છે. આનંદ શહેરમાં ગામડી વડ પાસે આવેલ જૂની આઇસ ફેક્ટરી(Ice factory) માર્ગ પર એક વૃદ્ધ મહિલા પર ગાયે હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો(Video) સોશિયલ મીડિયા (Social media)માં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટનાએ આણંદ પાલિકા શાસકોની જાહેર જવાબદારી ઉપર દાખવવામાં આવતી નિષ્ક્રિયતાને છતી કરી દીધી છે. આ ઘટનામાં આણંદ નગરપાલિકા પ્રમુખ(President of Anand Municipality) ઈજાગ્રસ્ત મહિલાની મુલાકાતે પહોંચી હતી તેમજ તેઓને સાંત્વના આપવાની કોશિશ કરી હતી.

આ એક નહિ, આવી કેટલીય ઘટનાઓ આણંદમાંથી સામે આવે છે. રખડતા ઢોરોને કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ખુબ જ મુશ્કેલીઓ પડે છે. ત્યાના અધિકારીઓ આ અંગે જાણતા હોવા છતાં પણ કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવતી હતી. થોડા દિવસો પહેલા જ એક વૃદ્ધ પર રખડતા ઢોર દ્વારા કરવામાં આવેલ વૃદ્ધનું હમલામાં મોત નીપજ્યું હતું. જ્યારે બીજા એક કિસ્સામાં 6 માસની ગર્ભવતી મહિલા ઉપર પણ ગાયે હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આજે વાઇરલ થયેલા એક વીડિયોમાં ગાય દ્વારા એક વૃદ્ધ મહિલા પર હુમલો કરવાની ઘટના બની હતી. વાસ્તવમાં, રવિવારે સવારે પેટલાદ રહેતા હરખાબેન તેમની બે પુત્રવધૂઓ સાથે પોતાના સંબંધીને ઘરે જન્મેલા નવજાત શિશુને રમાડવા અને સંબંધીઓને હરખનો વ્યવહાર કરવા આવ્યા હતા. આ દરમિયાન તેઓ આણંદ કલ્પના ટોકીઝ પાસે આવતા હતા ત્યારે એક હિંસક બનેલી ગાયે અચાનક તેમના પર હુમલો કરતા ડરી ગયા હતા અને જમીન ઉપર પછડાઈ પડ્યા હતા. આ પછી તેઓ તો કંઈ સમજે તે પહેલા ગાય દ્વારા તેમને લાત અને શીંગડા મારવા તેમજ બચકા ભરવા લાગી હતી.

ત્યારબાદ હરખાબેન અને તેની વહુઓ દ્વાર બચાવો બચાવો અને ચિચાયારીઓ કરતા આસપાસના લોકોનું ટોળું એકઠું થયું હતું. જ્યાં એક યુવાને આસપાસ પડેલ ગેસ સિલિન્ડરની પાઈપ દ્વારા ઉપરાછાપરી ઝાટકણી કરતા માંડ માંડ તે ગાય ભાગી અને હરખાબેન છૂટ્યા હતા. આ ઘટનાની જાણ આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલને થતા તેઓએ હિંસક બનેલ આ ગાયને ઝડપી લઈ પાંજરાપોળ મોકલવાના આદેશ આપ્યા હતા. આ ઉપરાંત તેઓ રૂબરૂ ઈજાગ્રસ્ત મહિલા અને તેના પરિવારને મળી સારવાર સહિત અન્ય કોઈ મદદની જરૂર હોય તો તે પુરી પાડવા જણાવ્યું હતું.

ત્યાના અધિકારીઓ રસ્તે રઝળતા હોય તેવા પશુના માલિકો સામે કોઈ ચોક્કસ પ્રકારની કાર્યવાહી કરતા નથી. જેથી ઈજાગ્રસ્ત મહિલા અને પરિવાર તેમજ અડોશી પાડોશીએ રખડતા ઢોર વિશે ફરિયાદો કરી તે અંગે કાયમી ઉકેલ માટે માંગણી વ્યક્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *