ઈંગ્લેન્ડ ટીમના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, સ્ટોક્સ-મેક્કુલમની આગેવાનીમાં પહેલીવાર આવું બન્યું…

India vs England 4th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ…

India vs England 4th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લિશ ટીમ સામે 5 વિકેટે શાનદાર જીત નોંધાવી અને શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ચોથી ટેસ્ટમાં હારની સાથે જ ઈંગ્લેન્ડની ટીમ(India vs England 4th Test) સિરીઝ હારી જ નથી પરંતુ તેણે એક શરમજનક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. ‘બેઝબોલ’ ક્રિકેટ માટે વિશ્વભરમાં પ્રખ્યાત ઈંગ્લેન્ડની ટીમે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં શાનદાર શરૂઆત કરી હતી અને ભારતીય ટીમને 28 રને પરાજય આપ્યો હતો. આ પછી, ઇંગ્લિશ ટીમ અને તેના ખેલાડીઓ ભારતીય પીચો પર સંઘર્ષ કરતા જોવા મળ્યા અને એક પછી એક ત્રણ ટેસ્ટ હારી ગયા.

આ રેકોર્ડ સ્ટોક્સ-મેક્કુલમના નામે નોંધાયો હતો
ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને કોચ બ્રેન્ડન મેક્કુલમના નેતૃત્વમાં ઈંગ્લેન્ડની આ પ્રથમ શ્રેણીની હાર છે. ઉપરાંત, તેઓ પ્રથમ વખત સતત ત્રણ ટેસ્ટ હારી ગયા છે. આ ટેસ્ટ સિરીઝની હાર સાથે જ ઈંગ્લિશ ટીમની ‘બેઝબોલ’ ક્રિકેટ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન વોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શ્રેણીની હાર પર પ્રતિક્રિયા આપી છે.

50 ટેસ્ટમાંથી માત્ર 4 મેચ હારી
ટેસ્ટ ક્રિકેટમાં ઘરઆંગણે સતત સિરીઝ જીતવાના મામલે ટીમ ઈન્ડિયા નંબર વન પર છે. ભારતીય ટીમ ઘરઆંગણે રમાયેલી છેલ્લી 50 ટેસ્ટમાંથી માત્ર 4 મેચ હારી છે. આ સમયગાળા દરમિયાન તેણે 38 ટેસ્ટ જીતી હતી જ્યારે 7 ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ભારત પછી ઓસ્ટ્રેલિયાનો નંબર આવે છે, જેણે બે વખત ઘરઆંગણે સતત 10 ટેસ્ટ શ્રેણી જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

અગાઉ હૈદરાબાદમાં મહેમાન ટીમ સામે પ્રથમ મેચ હાર્યા બાદ ભારતીય ટીમે જોરદાર વાપસી કરી અને શ્રેણી જીતી લીધી. રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. જો રૂટની સદી અને ઓલી રોબિન્સનની ફિફ્ટીની મદદથી ટીમે પ્રથમ દાવમાં 353 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ભારતે ધ્રુવ જૂરેલનાં 90 રનની મદદથી 307 રન બનાવ્યા હતા. ત્રીજી ઇનિંગમાં ઈંગ્લેન્ડ માત્ર 145 રન બનાવી શક્યું હતું અને ભારતને 191 રનનો ટાર્ગેટ મળ્યો હતો.