સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સોન રફ પર ડ્યુટી ઘટાડવા માંગ

Surat Diamond Association: હીરા ઉદ્યોગ માટે હીરા ઉદ્યોગકારો દક્ષિણ આફ્રિકા ,ઝિમ્બાબ્વે, રશિયા સહિત ના દેશ પાસેથી રફ ઈમ્પોર્ટ(Surat Diamond Association) કરે છે.સાથે સાથે એક વર્ગ એવો પણ છે કે જે કપાયેલી રફ ઇઝરાયલ જેવા દેશો પાસેથી સોન રફ ઈમ્પોર્ટ કરે છે.આ સોન રફ પર પણ પોલિસ ડાયમંડ જેમ 5 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લગાવવા માં આવે છે જે ઘટાડી રફ ની જેમ જ 0.25 કરવા ડાયમંડ એસોસિએશને સરકાર પાસે માંગ કરી હતી.

હીરા ઉદ્યોગકારો સોન રફને લઈ મૂંઝવણમાં
સોન રફ એટલે રફ માંથી હીરાનું વધેલું કટિંગ મટીરીયલ.આ રફને સોન રફ કહેવામાં આવે છે.જોકે હાલ હીરા ઉદ્યોગકારો સોન રફને લઈ મૂંઝવણમાં મુકાયા છે.કેમ કે કેન્દ્ર સરકાર સોન રફની પોલિશ ડાયમંડ સાથેજ ની જ ઈમ્પોર્ટ ડ્યુટી વસુલે છે. જોકે ખરેખર આ સોન રફ તે પણ એક પ્રકારની રફ જ હોય છે તેવું સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું હતું.

હીરા ઉદ્યોગ વિદેશથી રફ મંગાવે તો 5 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી સરકાર ને આપે છે
મહત્વનું છે કે,સુરતનો હીરા ઉદ્યોગ વિદેશથી રફ મંગાવે તો 5 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી સરકારને આપે છે.પરંતુ ઇઝરાયલ જેવા દેશ માં જે મોટા હીરા તૈયાર થાય છે તેની રફ માંથી જે કટિંગ થયેલી રફ નીકળે છે.તેને સોન રફ કહેવામાં આવે છે.જોકે આ સોન રફમાંથી પણ સુરત શહેર માં નાનામાં નાની સાઈઝનો હીરો તૈયાર કરવામાં આવે છે.જેથી સોન રફનો પણ ઉપયોગ થઈ જાય.પરંતુ હકીકત એવી છે કે,સોન રફ ને ભારત માં લાવવામાં મુશ્કેલી લડી રહી છે કેમ કે,સરકાર પોલિશ ડાયમંડ પર જે પાંચ ટકા ડ્યુટી લગાવી છેતે સરકારની ડ્યુટી સોન રફ પર પણ લગાવે છે.આમ સોન રફ લાવવી ખૂબ મોંઘી પડી શકે તેમ છે.

5 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડી 0.25 ટકા કરી આપે તેવી માંગ
સુરતના હીરા ઉદ્યોગકારો એ આ મામલે ડાયમંડ એસોસીએશનને રજુઆત કરી હતી.કેમ કે પોલિશ હીરા નું ઈમ્પોર્ટ 5 ટકા છે,સામે રફ નું ઈમ્પોર્ટ 0.25 ટકા છે.જેથી સુરત ડાયમંડ એસોસિએશન સરકાર સામે 5 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડી 0.25 ટકા કરી આપે તેવી માંગ કરી છે.