સુરત(Surat): આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. આજે લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા થઈ ગયા છે. ત્યારે હાલ આપઘાતની આવી જ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં Surat ના રહેવાસી મનપા (Municipal Corporation)ના કર્મચારીએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
લોક સેવા કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીનો આપઘાત:
મળતી માહિતી મુજબ, 40 વર્ષીય વિશાલભાઈ લાહોર Surat ના પીપલોદ વિસ્તારમાં રહેતા હતા. તેઓ મનપાના લોકસેવા કેન્દ્રમાં ફરજ નિભાવતા હતા. ત્યારે તેઓએ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
ઘટના બાદ તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ, ફરજ પરના તબીબો દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેઓના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું. બીજી તરફ તેઓના આપઘાતનું કારણ સામે આવ્યું નથી. આ બનાવની જાણ થતા Surat પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી:
Surat મનપાના કર્મચારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જો કે તેઓએ આ પગલું કેમ ભર્યું તે હાલ સામે આવ્યું નથી. બનાવના પગલે તેઓના સબંધીઓ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ત્યારે આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધારવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.